હત્યા:સુરતમાં હીરાના કારખાનામાંથી યુવકનો મૃતદેહ મળ્યો, શરીર પર ઈજાના નિશાન, હત્યાનો ગુનો નોંધાયો

સુરત5 મહિનો પહેલા
મૃતદેહના પેટ, ગળા અને શરીર પરથી ઇજાના નિશાન મળી આવ્યા.
  • કારખાનામાં કામ કરીને સૂતા બાદ મૃત હાલતમાં મળી આવ્યો

સુરતમાં વરાછાના માતાવડી સ્થિત આવેલા હીરાના એક કારખાનામાંથી યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. શરીર પર ઈજાના નિશાન હોવાથી હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકની ઉંમર 26 વર્ષ
મરનાર નરેશભાઈ હોવાનું અને તેની ઉંમર 26 વર્ષની હોવાનું સામે આવ્યું છે. ભાવનગર જિલ્લાના ઊંચડી ગામના રહેવાસી નરેશ કારખાનામાં કારીગર કામ કરીને સૂતા બાદ મૃત હાલતમાં મળી આવ્યો હતો. હત્યા, અકસ્માત કે કોઈ બીમારીથી મૃત્યુ થવું હોવાનું ચોક્કસ કારણ જાણવા વરાછા પોલીસે પોસ્ટ મોર્ટમની દિશામાં તપાસ હાથ ધરી હતી.

પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો.
પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો.

મૃતક બે મહિનાથી કામે લાગ્યો હતો
સજનસિંહ પરમાર (ડીસીપી)એ જણાવ્યું હતું કે કારખાનામાંથી મળી આવેલા મૃતદેહના પેટ, ગળા અને શરીર પરથી ઇજાના નિશાન મળી આવ્યા છે. મૃતક નરેશ વલ્લભ બે મહિનાથી કારખામાં કામ કરતો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકના કહેવા પર બિપિન અને દરબાર નામના બે ઈસમો આજ કારખાનામાં બે-ચાર દિવસથી કામે લાગ્યા હતા અને ત્યાં જ સૂઈ જતા હતા. હાલ કારખાનેદાર કાળુભાઇ શિવાભાઈની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરાઇ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું