તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:પાંડેસરામાં બાકડાં પર સુવા મુદ્દે સળગાવી દેવાયેલા યુવકનું મોત, હત્યાનો ગુનો દાખલ

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાંડેસરા ભીડભંજનમાં રેસ્ટોરન્ટની બહાર બાકડાં પર સુવા બાબતે ઝગડા બાદ સાથીદારોએ જીવતો સળગાવી દેતા યુવકનું મોત નિપજ્યું છે. પાંડેસરા ભીડભંજન બજરંગ રેસ્ટોરન્ટ નજીક રહેતો પ્રમોદ મોસીયા વિશ્વાસ(25) મજુરી કામ કરતો હતો અને બજરંગ રેસ્ટોરન્ટ નજીક બાકડા પર સુતો હતો. તેની સાથે મજુરી કરતા દિપક રામચંદ્ર શાહુ(25)અને કિશન સિંગ(28) સાથે બાકડા પર સુવા બાબતે તકરાર થઈ હતી. જેની અદાવત રાખીને દિપક અને કિશને ગઈ તા.31 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે પ્રમોદ પર ઓઈલ અને લૂમ્સના ધાગા નાંખી પ્રમોદને જીવતો સળગાવી દીધો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા પ્રમોદને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન રવિવારે મોત નિપજ્યું હતું. પાંડેસરા પોલીસે જે તે સમયે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી દિપક અને કિશનની ધરપકડ કરી હતી. રવિવારે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બનાવ સંદર્ભે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો