ક્રાઇમ:કોસંબા રેલવે સ્ટેશન પાસે યુવકે વૃધ્ધા પર પાશવી દુષ્કર્મ આચર્યું, 21 વર્ષીય આરોપીની ધરપકડ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોસંબા રેલ્વે સ્ટેશન પાસે 29 જુલાઈએ 70 વર્ષીય મહિલા પર બળાત્કાર અને હત્યાની ઘટનામાં પોલીસે 21 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. આરોપી દ્વારા બળાત્કાર કરવામાં આવતા વૃદ્ધાના ગુપ્તાંગ એક થઈ ગયા હતા. પોલીસ ભોગ બનનાર વૃધ્ધાને હોસ્પિટલ લઈ ગઈ હતી.જોકે વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મહિલાના મોત બાદ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા અને બળાત્કારના કેસમાં પોલીસે મુખ્ય આરોપી સમીર ગુલામ કાદરની ધરપકડ કરી હતી જે માંગરોળ તાલુકામાં મુસ્લિમ સોસાયટીમાં મજૂરી કામ કરે છે અને રહે છે.

ધરપકડ કર્યા પછી તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.કોવિડ -19 રિપોર્ટ નેગેટિવ આવતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીએ બળાત્કાર ગુજાર્યા બાદ વૃધ્ધ મહિલાના ગુપ્તાંગમાં હાથ નાખી ગુપ્તાંગના આંતરડા બહાર કાઢી નાખ્યા હતા અને બાદમાં ફરાર થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે મહિલા જીવતી હતી અને રડી રહી હતી.પેટ્રોલિંગ દરમિયાન મહિલા નજરે આવતાંં તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. ત્યારબાદ મહિલાનું ઓપરેશન કરાયું હતું. પરતંુ એક દિવસ પછી તેનું મૃત્યું થયું હતું.

GRP પોલીસ ઇન્સ્પેક્ટર કનુ ચૌધરીએ જણાવ્યું કે, પોલીસે આરોપીને ટીમ બનાવી રેલવે સ્ટેશનના ઉત્તરમાં એક ટીમ બનાવી આરોપીને પકડી પાડ્યો હતો. તે થોડા દિવસો પહેલા સ્ટેશનની આસપાસ જોવા મળ્યો હતો. વૃધ્ધા છેલ્લા ચાર-પાંચ દિવસથી કોસંબા સ્ટેશન પાસે ભીખ માંગતી હતી. મહિલાને કોઈ વસ્તુની લાલચ આપી તેની સાથે થોડે દૂર લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યું અને ત્યાંથી ચાલ્યો ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...