વાઈરલ:સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસમાં સાક્ષી આપનાર યુવકને માર મારી થુંક ચટાવાયું

સુરત3 વર્ષ પહેલા
પહેલાં ગાળો આપી માર માર્યો બાદમાં ઉઠક-બેઠક કરાવી - Divya Bhaskar
પહેલાં ગાળો આપી માર માર્યો બાદમાં ઉઠક-બેઠક કરાવી
  • પાલિકાના બાગ ખાતાના વાહન પર થુંકી યુવક પાસે ચટાવાયું
  • યુવકને માર મારી ઉઠક-બેઠક કરાવી, નગ્ન કરવાની વાત કરી

લિંબાયત વિસ્તારમાં એક અસમાજીક તત્વએ થુંકીને તે થુંક અન્ય યુવકને ચાટવા માટે મજબુર કર્યો હતો. પોલીસમાં સાક્ષી આપવાની અદાવતમાં યુવકને માર મારી  ઉઠક-બેઠક પણ કરાવી હતી. વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. અસામાજીક તત્વ એક વાહન પર થુંક્યો હતો. તે વાહન એસએમસીના બાગ ખાતાનું છે.

ગાળો આપી માર માર્યો
હાલમાં કોરોના વાઇરસના કારણે લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત છે જેથી એક બીજામાં ચેપ ન ફેલાય. થુંક કે છીંકથી પણ ખાસ આ ચેપ ફેલાય છે. તેવામાં લિંબાયતમાં વાઇરલ થયેલો વીડિયો ખુબ જ ભયાનક છે. એક યુવકને પહેલા ગાળો આપીને ઉઠક બેઠક કરાવવામાં આવે છે. ત્યાર બાદ તે ‌યુવકને થુંકીને તેને તે થુંક ચાટવાનું કહે છે. અસામાજીક તત્વ પોતે થુંકે છે તે પણ સામાવાળા યુવકને ચાંટવાનું કહે છે. તે યુવક ગભરાઈને ચાટે છે. ત્યારબાદ યુવકને નગ્ન કરવાની પણ વાત કરે છે. લિંબાયત પીઆઈ વી.એમ.મકવાણાએ જણાવ્યું હતું કે, ફરિયાદી આવશે એટલે ફરિયાદ દાખલ કરી લઈશું.

રમઝાન નામની વ્યક્તિનું નામ આપી સાક્ષી આપ્યાની અદાવત હતી
માર ખાનાર યુવકે ક્રાઈમ બ્રાન્ચમાં રમઝાન નામની વ્યક્તિનું નામ આપી સાક્ષી આપી હતી. જેની અદાવત રાખી યુવકેને માર માર્યો હતો. જે વીડિયો ફરતો થયો છે. યુવકને વીડિયોમાં કહેવાય છે કે, ક્યું બોલા રમઝાન કા નામ, અબ બોલેગા રમઝાન કા નામ, તેરે કો ડીસીબીમેં દું ક્યાં. ત્યારે યુવક માફી પણ માંગે છે.

અન્ય સમાચારો પણ છે...