ચૂંટણી:સેનેટ ચૂંટણીમાં આપની છાત્ર સમિતિએ 5 ઉમેદવાર ઉતાર્યા

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી 14 ઓગસ્ટના રોજ સેનેટનું મતદાન થશે
  • એબીવીપીના​​​​​​​ 11 ઉમેદવારો જાહેર, એનએસયુઆઇના બાકી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આગામી 14 ઓગષ્ટના રોજ યોજાનારી સેનેટની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંધર્ષ સમિતિ દ્લારા પોતાના પાચ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

છાત્ર સમિતિએ કમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીમાં વિશાલ વસોયા, આર્ટસ ફેકલ્ટીમાં યોગેશ માહ્યાવંશી, તેમજ કોમર્સ ફેકલ્ટીમાં પિનલ દુધાત, અને સાયન્સ ફેકલ્ટીમાં કિશન ઘોરી તથા હોમ્યોપેથિક ફેકલ્ટીમાં ડૉ.ચેતના કાછડીયાનાં નામ જાહેર કર્યા છે. સીવાયએસએસએ સેનેટની ચૂંટણીમાં શિક્ષણને લગતા 5 મુદ્દાઓ અંગેના મૅનિફેસ્ટો જાહેર કર્યા છે. આ અગાઉ એબીવીપીએ પોતાના 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જોકે, હજુ સુધી એનએસયુઆઇ દ્વારા જાહેરાત કરાઈ નથી. આ ચૂંટણીમાં બધાની નજર જેના પર રહી છે તે લો ફેકલ્ટીમાં એબીવીપીએ કે CYSSએ હજુ ઉમેદવાર ઉતાર્યા નથી.

આપની છાત્ર પાંખ 5-P પર ચૂંટણી લડશે
આપની છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS)એ 5-P થિયરી ફોર નર્મદ યુનિવર્સિટી જાહેર કરી હતી. જેમાં પ્રવેશ, પરીક્ષા, પરિણામ, પઠન, પારદર્શિતા પર ભાર મૂકાશે. યુનિવર્સિટીના વહીવટ સામે આક્ષેપ મુકતા છાત્ર સંગઠને કહ્યું કે એક પણ નિર્ણયમાં પારદર્શિતા નથી.ગમે ત્યારે ગમે તે પદે ગમે તે વ્યક્તિની નિમણુંક કરી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...