ભાસ્કર એનાલિસિસ:આપની એન્ટ્રી ભાજપને ફળી કોંગ્રેસને નડી, કપરાડા અને ધરમપુરમાં આપનું 25 % વોટ શેરિંગ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભરત પટેલ જિલ્લામાં સૌથી વધુ 1.03 લાખ લીડ મેળવી, કનુભાઇ દેસાઇ 97 હજારની લીડ સાથે વિજેતા બન્યા

જયેશ નાયક
વિધાનસભાની ચૂંટણીના પરિણામે તો સાબિત કરી જ નાખ્યું કે, આદિવાસી પટ્ટામાં આપ ફેક્ટર ભાજપ માટે તો ચોક્કસ પણે ફાયદા કારક રહ્યું છે. અહીં ખેલાયેલા ત્રિકોણિય જંગથી વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. આદિવાસી વિસ્તાર ગણાતા કપરાડા અને ધરમપુરમાં કોંગ્રેસની જગ્યાએ આમ આદમી પાર્ટીએ બીજાક્રમે રહી છે. આને લીધે આદિવાસી પટ્ટામાં કોંગ્રેસની એક્ઝિટ અને આપ પાર્ટીની એન્ટ્રી થઇ છે.

વલસાડ જિલ્લામાં સૌથી વધારે ભરત પટેલે 1.03 લાખ મતોની લીડ મેળવી હતી. જયારે નાણામંત્રી કનુ દેસાઇએ 97 હજારની લીડ મેળવી હતી. કપરાડા, ધરમપુર અને વલસાડ બેઠક પર સામાન્ય રીતે તો ભાજપની સામે કોંગ્રેસ પાર્ટીની લડત ચાલી આવી છે. પરંતુ આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ ચિત્ર જબદલી નાખ્યું છે. અહીં આ ત્રણેય જગ્યાએ ભાજપ સાથે કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટીની ટક્કર જોવા મળી હતી. ત્રણેય બેઠકો પર ભાજપ બાદ બીજાક્રમે આમ આદમી પાર્ટીએ મતો મેળવ્યા હતાં. ઉમરગામ બેઠક પર ભાજપના ઉમેદવાર રમણ પાટકરનો 64784 મતે વિજય થયો હતો. જયારે કપરાડામાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેના મુકાબલમાં જીતુ ચૌધરીનો 32968 મતે વિજય થયો હતો.

ધરમપુર બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટી અને અપક્ષના જંગમાં ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલને 33327 મતોથી વિજય થયો હતો. ધરમપુ અને કપરાડા બેઠક ઉપર ત્રિપાંખિયા જંગમાં આપ પાર્ટીએ ભાજપના ઉમેદવાર માટે મોટો પડકારરૂપ બની હતી. ધરમપુરમાં ભાજપના વિજેતા ઉમેદવાર અરવિંદ પટેલ અને કપરાડાના જિતુભાઇ ચૌધરીને 42 ટકા મતો મળ્યા હતા. જ્યારે આપ પાર્ટીને કપરાડામાં 25 ટકા જેટલા મતો મળ્યા હતા.

આમ જિલ્લામાં બહુધા આદિવાસી વિસ્તાર ધરાવતા કપરાડા અને ધરમપુરમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહેલા આપ પક્ષને 25 ટકા વોટ શેરિંગ મળ્યું હતું જે આવનારી ચૂંટણી માટે મોટો પક્ષ તરીકે ઊભરી શકે એમ છે. કપરાડા બેઠકની મતગણતરી શરૂ થઇ ત્યારે શરૂઆતના આઠ રાઉન્ડમાં ભાજપ અને આપ પક્ષ વચ્ચે કટોકટીનો મુકાબલો જોવા મળ્યો હતો. જોકે, આખરે ભાજપના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીને 32968 મતથી લીડ મેળવતા ઉમેદવાર અને કાર્યકરોના જીવ હળવે બેઠા હતાં.

અન્ય સમાચારો પણ છે...