તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:આપના કોર્પોરેટરે હવે પાલિકાની ગ્રાન્ટ લેવા ભાજપના હારેલા ઉમેદવારની સહી લેવી પડશે

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના ભાજપી શાસકોના તઘલખી નિર્ણયથી વિવાદ
  • ગ્રાન્ટનું ફોર્મેટ ચેન્જ કરાતા આપના નેતાએ કહ્યું, ‘ પાલિકા એ ભાજપની ખાનગી પેઢી નથી’

મહાનગર પાલિકામાં વિપક્ષના નગરસેવકોએ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિદ્યાના કામ માટે મેયર સહિતના પદાધિકારીઓ પાસે ગ્રાન્ટની માંગણી કરવા માટે જે-તે વોર્ડના ભાજપના હારેલા ઉમેદવાર અને ભાજપના વોર્ડ પ્રમુખની મંજૂરી માંગતું ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મમાં ભાજપના હારેલા ઉમેદવાર અને વોર્ડ પ્રમુખની સહી કરાવવાની રહેશે. શાસકપક્ષ નેતા અમિતસિંગ રાજપૂતે જણાવ્યું કે, જે વોર્ડમાં આપના નગરસેવકો છે તે વોર્ડમાં ગ્રાન્ટની માંગણી કરવા માટે બનાવેલા ફોર્મમાં ભાજપના હારેલા ઉમેદવાર અને વોર્ડ પ્રમુખની સહી માંગવામાં આવી છે.

જ્યારે જે વોર્ડમાં ભાજપના સભ્યો છે તે વોર્ડમાં ભાજપના વોર્ડ પ્રમુખ અને સ્થાનિક નગરસેવકોની સહી કરાવાની રહેશે.નોંધનીય છે કે, નગરસેવકોને 10 લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે. આ ગ્રાન્ટ તેઓ પોતાના વોર્ડમાં જ વાપરી શકે છે. પરંતુ ગ્રાન્ટ વપરાઇ ગયા બાદ નગરસેવકો સીધા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, શાસકપક્ષ નેતા પાસે ગ્રાન્ટ માંગી શકતા હતા. પરંતુ હવે ફોર્મેટ ચેન્જ કરાતા આગામી દિવસમાં વિવાદ થવાનો એંધાણ છે. આપ પાર્ટીના નેતા દિનેશ કાછડિયાએ જણાવ્યું કે, આ પોલિસીનો અમે વિરોધ કરીશું. પાલિકા ભાજપની ખાનગી પેઢી નથી.

લોકોના કામો કરાવવા માટે આપના કોર્પોરેટરે ભાજપના વોર્ડ પ્રમુખની પણ સહી લેવી પડશે
પાલિકામાં ભાજપી શાસકોએ વધુ એક વિવાદનો મધપૂડો છંછેડ્યો છે અને વિપક્ષને વિરોધ કરવા માટે વધુ એક તક આપી છે. ગત ચૂંટણી વખતે જે-તે વોર્ડના ભાજપના હારેલા ઉમેદવારની તથા વોર્ડ પ્રમુખની સહી લઈને આપનો કોર્પોરેટર આવશે તો જ તેને લોકોના કામો કરાવવા ગ્રાન્ટ મળશે. આવા પ્રકારનું ફોર્મેટવાળું ફોર્મ ભાજપના શાસકોએ બહાર પાડતા આગામી દિવસોમાં વિપક્ષ દ્વારા ભારે વિરોધ થાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...