તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Your Candidate's Tea Pay Debate, Independent Candidate Chetan's Height Only 4 Feet, Pregnant Congress Candidate's Door to door Campaigning

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રચારની અજબ-ગજબ રીત:આપના ઉમેદવારની ચાય પે ચર્ચા, અપક્ષ ઉમેદવાર ચેતનની હાઈટ ફક્ત 4 ફૂટ, કોંગ્રેસના ગર્ભવતી ઉમેદવારનું ડોર ટુ ડોર કેમ્પઇનિંગ

સુરત19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાંડેસરામાં આવેલા ઉમિયા ટી નામની દુકાનમાં ચા બનાવીને લોકોને વેચનાર મેહુલ પટેલને આપે ઉમેદવાર બનાવ્યાં છે. - Divya Bhaskar
પાંડેસરામાં આવેલા ઉમિયા ટી નામની દુકાનમાં ચા બનાવીને લોકોને વેચનાર મેહુલ પટેલને આપે ઉમેદવાર બનાવ્યાં છે.
 • પરંપરાગત પ્રચાર ઉપરાંત વિવિધ રીતે પણ ઉમેદવારો પ્રચારમાં લાગ્યા

સુરત મનપાની ચૂંટણીમાં અલગ અલગ પાર્ટીઓ અને અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોમાં જાતિ, વ્યવસાય, નાણાકીય સ્થિતિ સહિતની બાબતોમાં વૈવિધ્ય જોવા મળી રહ્યું છે.આટલું જ નહિ પણ પ્રચાર પદ્ધતિમાં પણ નવીનતા જોવા મળી રહી છે. પરંપરાગત પ્રચાર ઉપરાંત અલગ અલગ રીતે પણ ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. કોઈ ગર્ભવતી ઉમેદવાર ડોર ટુ ડોર કેમ્પઇનિંગ કરી રહી છે. તો કોઈ ઉમેદવારની હાઈટ માત્ર 4 ફૂટ અને વિશ્વાસ આસમાને છે.

વોર્ડ ન.19માંથી કોંગ્રેસની ટિકિટ પર લડતા ગર્ભવતી ઉમેદવાર શીતલ રાણા
વોર્ડ નં.19 (આંજણા-ડુંભાલ)માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા મહિલા ઉમેદવાર ઉમેદવાર શીતલ રાણા ગર્ભવતી છે.આવી સ્થિતમાં વિસ્તારમાં પ્રચાર કરતા નજરે પડે છે.

વોર્ડ નં.26માંથી અપક્ષમાં લડતા 4 જ ફૂટના ચેતનની હાઈટ કમ ફાઈટ જ્યાદા
વોર્ડ નં.26 (ગોડાદરા-ડિંડોલી ,ઉત્તર)માંથી અપક્ષ ઉમેદવાર ચેતન ચંદ્રકાન્ત ખાંડેકરની ઊંચાઈ ફક્ત 4 ફૂટ છે.ચેતન સ્થાનિક લોક સમસ્યાને વાચા આપવાનું કામ કરી રહ્યા છે.

ચા વેચતા મેહુલ પટેલે લોકોની સમસ્યા સાંભળી આપમાંથી ચૂંટણીમાં ઝંપલાવ્યું
પાંડેસરામાં આવેલા ઉમિયા ટી નામની દુકાનમાં ચા બનાવીને લોકોને વેચનાર મેહુલ પટેલને આપે ઉમેદવાર બનાવ્યાં છે. ચા પીવડાવીને કહે છે કે, લોકો માટે ઈમાનદારીથી કામ કરીશ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો