વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે:​​​​​​​કોરોના કાળમાં જોખમી જંક ફૂડની જગ્યાએ ઈમ્યુનિટી વધારતા હેલ્થી ફૂડ તરફ યંગસ્ટર્સ આકર્ષાયા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફૂડ સાથે સંકળાયેલા તબીબોએ આરોગ્ય આપતા આહારને લઈને વાત કરી હતી. - Divya Bhaskar
ફૂડ સાથે સંકળાયેલા તબીબોએ આરોગ્ય આપતા આહારને લઈને વાત કરી હતી.
  • યોગ્ય ફૂડ ન લેવાના કારણે પણ માંદગીનો શિકાર થવું પડતું હોય છે

સમગ્ર વિશ્વ આજે ફૂડ વર્લ્ડ ફૂડ સેફટી ડેની થીમ તરીકે સેફ ફૂડ ટુડે ફોર હેલ્ધી ટૂમોરોના સૂત્ર સાથે આગળ વધી રહ્યું છે. જેમાં દરેક વ્યક્તિ સમતોલ અને શુદ્ધ આહાર લઈને પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે તે માટેના પ્રયાસો શરૂ કરાયા છે.કોરોનાકાળ બાદ જીવનશૈલીની સાથે લોકોની આહારશૈલીમાં પણ મહત્વપૂર્ણ બદલાવ આવ્યો છે. દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાત કરી ડૉ. નીરજા પારેખ ક્લિનિકલ ન્યુટ્રીશન અને ડૉ.રોશની પીઠાવાલા ક્લિનિકલ ડાયેટિશિયને લોકોની બદલાતી ફૂડ હેબિટ અને તેના ફાયદા સાથે યોગ્ય માર્ગદર્શન વગર ઈમ્યુનિટી વધારવા માટે લેવાતા ખોરાકથી થતા નુકસાન અંગે વાત કરી હતી.

ફૂડ હેબિટમાં આવેલા બદલાવ
ડૉ. નિરજા પારેખએ જણાવ્યું કે, છેલ્લા થોડા સમયથી યંગ જનરેશન ફૂડ હોપિંગ તરફ આકર્ષાયા છે. ફૂડ હોપિંગ એટલે એક જ સ્થળે બેસીને તમામ પ્રકારની વાનગીઓ આરોગવાને બદલે અલગ અલગ જગ્યા ઉપર જઈને વેરાયટીમાં આરોગવાની નવી ફૂડ હેબિટને ફૂડ હોપિંગ કહેવામા આવે છે. અલગ અલગ વેરાઇટી ખાવા માટે અલગ અલગ સ્થળ ઉપર પણ જવાનું મોટાભાગે યુવાનો પસંદ કરી રહ્યા છે.ફૂડ હોપિંગમાં હેલ્ધી ફૂડ હોપિંગએ લાભકારક થઈ શકે છે. જેમકે ફૂડ મેનુમાં અલગ-અલગ ખાવાનું પસંદ કરો તેમાં કઈ વાનગી ઉપર તમે પસંદગી ઉતારે છે તે મહત્વની છે. હેલ્દી વેજિટેરિયન શુપ, કઠોળ, સલાડ, બાર્બિક્યૂ કે મેરીનેટ કરેલી વાનગીઓ તમે ખાઈ શકો છે.જેને આપણે હેલ્ધી ફૂડ હોપિંગ કહી શકીએ.

ફૂડ હોપિંગથી આ નુકસાન થઈ શકે
નવી જનરેશન ફૂડ હોપિંગ તરફ જઈ રહી છે. એમાં કેટલીક નુકસાનકારક તેઓ સામે આવી રહી છે. મોટાભાગે યંગ જનરેશન હાઈ કેલેરી ફૂડ આરોગ્ય છે અલગ-અલગ હોટલોમાં કે લારીઓ ઉપર પોતાને પસંદગીની વસ્તુ ત્યાં જઈને ખાવાનું પસંદ કરે છે. જેમકે બર્ગર કોઈ પેસિફિક જગ્યાનું જ ભાવશે, પીઝા કોઈ ચોક્કસ પિઝા હટ માં જઈને જ આરોગશે, જંક ફૂડ ને લઈને પણ આ ટેવ સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જોખમી પૂરવાર થઈ શકે છે.

અખતરા નુકસાન નોતરે છે
કોરોના સંક્રમણ કાળ દરમિયાન લોકો ઈન્ટનેટ પર સર્ચ કરીને ઇમ્યુનિટી માટે આ અવનવા પ્રયોગો કરે છે. જે તેમના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ સિદ્ધ થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સતત ઉપર આવો પીવાના કારણે ઇમ્યુનિટી વધારવા માટે નવા નવા નુસખાંઓથી નુકસાન થાય છે. જેમ કે તાજેતરમાં જ આપણે સાંભળ્યું હતું કે, નાકમાં લીંબુના રસના ટીપાં નાખવાથી કોરોનામાં લાભ થાય છે.અમુક પ્રકારના ઔષધીઓના ઉકાળો પીવાથી ખૂબ લાભ થાય છે. પરિણામે અનેક લોકો આલ્સર,પેટમાં બળતરા,પાઈલ્સ વગેરે જેવા રોગોથી પીડાય રહ્યા છે.

અખાદ્ય ખોરાકથી બિમારી વધે છે
ડૉ. રોશની પીઠાવાલા જણાવ્યું હતું કે, હાલ સમગ્ર વિશ્વ ડાયટ ફુડ ઉપર ખૂબ વધુ ભાર આપી રહ્યું છે. પરંતુ આપણે ત્યાં સરકાર, ફૂડ ઉત્પાદકો અને ગ્રાહકો ત્રણેય સાવધ રહેવાની જરૂર છે અને પોતાની વિવેકબુદ્ધિ વાપરીને આગળ વધવાની જરૂર છે. આજે વિશ્વમાં દસમાંથી એક વ્યક્તિ બીમાર પડવા પાછળનું કારણ અખાદ્ય ખોરાકનો ને આરોગવા ને કારણે સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્યવર્ધક ખોરાકો લોકો આ રોગ થાય તેના માટેની એક ચોક્કસ ફૂડ હેબિટ અપનાવવાની જરૂરિયાત જણાય છે. કઠોળ, તાજા શાકભાજી, પીવા માટે શુદ્ધ પાણીની ખાસ જરૂરીયાત છે.

વાસી ખોરાક ન ખાવો જોઈએ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કેટલાક મહત્વના મુદ્દાઓને અનુસરવા માટેનું સૂચન કરવામાં આવી રહ્યું છે. જેમાં વિશેષ કરીને વાસી ખોરાકને બાકાત રાખું ખૂબ જ જરૂરી છે. કેટલાક મહત્વના મુદ્દાઓ સૂચવ્યા છે. તે પૈકી કિપ ક્લિન, કાચા અને રાંધેલા ખોરાકને રેફ્રિજરેટરમાં અલગ અલગ રાખવા જોઇએ, મીટ,પોલટ્રી, જવાબ આ ખોરાકને યોગ્ય તાપમાને પકાવવા જોઈએ. વૈજ્ઞાનિક ઢબે સ્વાસ્થ્ય માટે જે ખોરાક વધુ લાભકારક છે તેને ઝુંબેશ ચલાવવી જોઈએ. જેથી વિશ્વના તમામ વ્યક્તિઓને તેનો લાભ મળી શકે..

સંતુલિત આહાર સ્વસ્થ રાખી શકે
કોરોના સંક્રમણ કાર વચ્ચે સૌથી વધુ જોખમી જે ધ્યાને આવ્યું છે તે જરૂરિયાત મંદોને આપવામાં આવેલા ફૂડ પેકેજ હતા. એ સમયે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી ભલે એ લોકોએ આરોગ્ય લીધા પરંતુ એ પ્રકારના ફૂડ પેકેજ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. આવી સ્થિતિ વખતે લોકોને કેવી રીતે કેવું ફૂડ પહોંચાડવું તેના માટે અત્યારથી જ આપણે તૈયારી કરવાની જરૂરિયાત છે. જેથી લોકો મહામારી વચ્ચે પણ પોતે સંતુલિત આહાર લઈને પોતાને સ્વસ્થ રાખી શકે.

અન્ય સમાચારો પણ છે...