તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્દોષ પર અત્યાચાર:સુરતના સિટીલાઈટમાં બેફામ બનેલા નબીરાએ શ્વાન પર કાર ચડાવી દેતા પ્રાણી પ્રેમીઓની કાયદાકીય લડતની તૈયારી

સુરતએક મહિનો પહેલા
કારની અડફેટે લેતા શ્વાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતુ.
  • ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા શ્વાસનને જીવદયા પ્રેમીઓએ બચાવ્યું

શહેરના પોશ વિસ્તાર ગણાતા ‌સિટીલાઇટ રોડ ઉપર મોડી રાત્રે માલેતુજાર પરિવારના નબીરાઓ બેફામ બનતા હોવાનું સામે આવ્યું છે. નબીરાઓ પોતાની કારની અડફેટે એક શ્વાનને લેતા હોવાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. નબીરાઓએ પોતાની કાર શ્વાન ઉપર ચઢાવી દીધી હતી. જેથી શ્વાનને ગંભીર ઈજાઓ પહોંચતી હતી.ઈજાગ્રસ્ત શ્વાનને બાદમાં જીવદયા પ્રેમીઓએ બચાવી સારવાર શરૂ કરી છે.

શ્વાનને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
શ્વાનને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

એનજીઓની લડત આપતા તૈયારી
શ્વાનને અડફેટે લીધાના CCTV સામે આવતા પ્રયાસ એનજીઓની ટીમને જાણ થતા શ્વાનની સારવાર શરૂ કરી છે. સાથે કાર નંબર (Gj 5 jr 3120)ના માલિક સામે પગલાં લેવાય તેવી જીવદાયા સાથે સંકળાયેલી એનજીઓ માગ કરી રહી છે. પ્રયાસ સંસ્થા સાથે જોડાયેલા તીર્થ શેઠ દ્વારા કાયદાકીય પગલાં લેવાની માંગ સાથે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

કાર ચાલકે બેદરકારી દાખવતા શ્વાન ઢસડાયું હતું.
કાર ચાલકે બેદરકારી દાખવતા શ્વાન ઢસડાયું હતું.

નિર્દોષ પર હુમલો કરનારને પાઠ ભણાવાશે
જીવ દયા પ્રેમી તીર્થ શેઠે જણાવ્યું કે, કોઈ ધનવાન ઘરના નબીરાએ ગફલત ભરી રીતે ગાડી હંકારતા યુવાનને કચડી નાખ્યો હતો. શ્વાન કારની સામે ઉભો હતો છતાં પણ કાર ચાલક કેટલો બેદરકાર છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે. CCTVમાં સમગ્ર ઘટનાની સ્પષ્ટતા પણ થઈ જાય છે.આવા ચાલકો સામે કાયદાકીય પગલાં લેવામાં ખૂબ જ જરૂરી છે, કારણ કે, જે રીતે શ્વાનને અડફેટે લીધા છે.એવી જ રીતે આવા નબીરાઓ ઘણી વખત નિર્દોષ રાહદારીઓને પણ પોતાની કારની નીચે કચડીને મારી નાખતા હોય છે. સદ્નસીબે શ્વાન બચી ગયું છે. છતાં પણ તેને ઘણી ઈજા થવા પામી છે. આવી બેજવાબદારી પૂર્ણ રીતે હંકારતા તાલુકો સામે દાખલારૂપ ઉદાહરણ બેસે તે પ્રકારના પગલા લેવા જોઈએ. જેથી કરીને દરેક વ્યક્તિ સાવધાનીપૂર્વક અને બીજા કોઇને નુકસાન ન પહોંચાડે તે રીતે પોતાનું વાહન હંકારે તે જરૂરી છે.