તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:‘યુવાઓને આવડત બહારનું કામ સોંપાતું હોવાથી જલ્દી નોકરી છોડી જતાં હોય છે’

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચેમ્બરમાં ‘રીક્રુટમેન્ટ, સ્ક્રીનિંગ અને સિલેકશન’પર સેમિનાર યોજાયો

કંપનીમાં પ્રોફાઇલ પ્રમાણે યોગ્ય કર્મચારીની પસંદગી કરવી જોઇએ. એક વખત કર્મચારીને સિલેક્ટ કર્યા બાદ તેને તેની આવડત બહારનું કામ સોંપવામાં આવે તો તે યોગ્ય નહીં કહેવાય. ખાસ કરીને યુવા કર્મચારીઓ જલદી જમ્પ મારે છે. જો કંપનીના માલિક પાસે કર્મચારી માટે દસ વર્ષનું વિઝન હોય તો એ કર્મચારી તેના ભવિષ્યને ધ્યાને લઇ લાંબા ગાળા સુધી કંપનીમાં ટકી શકે છે. યોગ્ય કર્મચારીની પસંદગી કરતી વખતે હંમેશા સિલેક્શન ક્રાઇટેરીયા, રાઇટ કેન્ડીડેટ આઇડેન્ટીફાય અને રિટેન્શન એમ ત્રણ પેરામિટર ધ્યાનમાં રાખવા જોઈએ.

છ મહિના માટેના કોન્ટ્રાક્ટ પર પણ કોઇ કર્મચારીને રાખ્યો હોય તો તેને ટકાવી રાખવા માટે ઓફિસનું વાતાવરણ સારું બનાવવું જોઇએ. તેને ઇન્સ્યૉરન્સ વગેરે અન્ય સારી સગવડ આપવી જોઇએ. એક સમયે બીજી કંપનીમાં તેને પગાર વધારે મળી શકે પણ આ બધી સુવિધા ત્યાં મળશે નહીં એટલા માટે એ કર્મચારી કંપનીમાં ટકી રહેવા માટેનું વિચારી શકે છે. કર્મચારીને ક્યારેય શંકાની નજરે જોવું ન જોઇએ.

કેટલીક કંપનીઓમાં મોટા ભાગે એવું જોવા મળતું હોય છે કે કર્મચારી કંપનીમાં રસ લઇને સારું પર્ફોમન્સ આપતો હોય છે પણ જો એને કંપનીના માલિક તરફથી ફ્રી હેન્ડ આપવામાં આવે તો તે ડબલ પર્ફોમન્સ કરી શકે છે. આને કારણે કંપનીનો માલિક તેની કંપનીનો વ્યાપ વધારવાની દિશામાં પ્રયાસ કરી શકે છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘રીક્રુટમેન્ટ, સ્ક્રીનિંગ અને સિલેકશન’ વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં આ વાત સંજય ગજીવાલા અને પરિમલ શાહે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો