તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભૂલ તારી છે, મોપેડની ડીકી ખુલ્લી મૂકી ને ફરો પછી ચોર તો હાથ ફેરો કરી જ જાયને, અમે શું કરીએ કહી ઉધના પોલીસે એક યુવકને 3 કલાક બેસાડી રાખી ફરિયાદ શુદ્ધા ન લીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉધના રોડ નંબર 7 પર એક શ્રમજીવીની મોપેડમાંથી રોકડા 28 હજાર ધોળે દિવસે કાઢી લેનાર સીસીટીવીમાં કેદ થઈ ગયા બાદ પણ ઉધના પોલીસે ફરિયાદ દાખલ કરવાના બદલે શ્રમજીવીને બેસાડી વાતોના વડા કરી હેરાન કરતા શ્રમજીવીએ પોલોસ સ્ટેશમમાંથી ચાલી જવું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી પકડવાને બદલે પોલીસ પીડિત શ્રમજીવીની ભૂલ કાઢી ઠપકો આપી રહી હોવાના સામે આવેલા કિસ્સા બાદ ઉધના પોલીસ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. જોકે, આ ઘટના અંગે ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ એમવી પટેલને જાણ થતા પીડિતને બોલાવ્યો છે.
ધોળે દિવસે મોપેડની ડીકીમાંથી રોકડ રૂપિયા 28 હજારની ચોરી સીસીટીવીમાં કેદ
કવીન્દ્ર વસંત બહેરા (પીડિત) એ જણાવ્યું હતું કે, તેઓ સિંગણપોર ચાર રસ્તા પાસે રહે છે અને પંડોળમાં લુમ્સ કારીગર તરીકે કામ કરે છે. સોમવારની બપોરે કવીન્દ્ર ઉધના રોડ નંબર 7 પર કારખાનાના પાર્ટ્સ લઈ બીજા વેપારીના બાકી નીકળતા પૈસા આપવા નીકળ્યો હતો. ત્યારે પાર્ટ્સની દુકાન બહાર મોપેડ પાર્ક કરી દુકાનમાં ગયા બાદ ત્રણ કિશોરોએ ખૂબ જ હોશિયારીથી ધોળે દિવસે મોપેડની ડીકીમાંથી રોકડ રૂપિયા 28 હજાર કાઢી ચાલી ગયા હતા આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
પોલીસે ભૂલ તારી છે, અમે શું કરીએ એમ કહી બેસાડી દીધો
કવીન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારે વેપારીને પૈસા આપવા ગયો ત્યારે મોપેડની ડીકીમાં રૂપિયા ન મળતા હું ચોંકી ગયો હતો. ત્યારબાદ પાર્ટ્સની દુકાન પાસેના સીસીટીવી ચેક કરતા ચોર કિશોરો રૂપિયા કાઢતા સ્પષ્ટ દેખાય રહ્યા હતા. ગણતરીની મિનિટોમાં રૂપિયા લઈ ભાગી જનાર ત્રણેયની ઓળખ સાથેના પુરાવારૂપી સીસીટીવી ફૂટેજ સાથે હું ઉધના પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયો હતો. જ્યાં પોલીસ કર્મચારીઓને આખી ઘટનાની હકીકત કહ્યા બાદ ભૂલ તારી છે, અમે શું કરીએ એમ કહી બેસવા જણાવવામાં આવ્યું હતું.
નીતિ ફરિયાદ લેવાની હતી જ નહીં બસ હેરાન કરતા હોય એમ લાગી રહ્યું હતું
લગભગ બે કલાક સુધી બેસી રહ્યા બાદ હું ફરી પોલીસ કર્મચારીને મળવા જતા બેસ હું બોલાવીશ એમ કહ્યું. એક બાજુ મારા શેઠના રૂપિયા ગયા બીજી બાજુ કારખાનામાંથી સતત ફોન આવી રહ્યા હતા. પોલીસ કર્મચારીઓની નીતિ ફરિયાદ લેવાની હતી જ નહીં બસ હેરાન કરતા હોય એમ લાગી રહ્યું હતું. એટલે કંટાળીને અઢી-ત્રણ કલાક બેસીને હું છેવટે કારખાને જઈ શેઠને તમામ હકીકત જણાવી સીસીટીવી ફૂટેજ બતાવતા મારી વાત પર વિશ્વાસ આવ્યો હતો.
ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈએ પીડિતનો સંપર્ક કર્યો
ચોરીની ફરિયાદ કરવા ગયેલા યુવકને 3 કલાક બેસાડી રાખવા અંગે ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ એમવી પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાલ એ ફરિયાદી ક્યાં છે, મારો સંપર્ક કરવા કહો અને મારી પાસે મોકલો. હું દોઢ વાગ્યા સુધી બેઠો છું અને આ ઘટના અંગે હું જોઈ લઉં છું. પીઆઈએ પાડિતને સાંભળવા બોલાવ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.