આપઘાતની આશંકા:સુરતમાં તાપી નદીના ઓવારા પરથી યુવકની લાશ મળી, લાશ બે કે ત્રણ દિવસ પહેલાની

સુરતએક મહિનો પહેલા
તાપી કિનારેથી લાશ મળી આવી. - Divya Bhaskar
તાપી કિનારેથી લાશ મળી આવી.
  • મૃતક યુવકની ઓળખની દિશામાં તપાસ હાથ ધરાઈ

સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે તાપી નદીના ઓવારા પરથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. જેને લઈને ફાયર વિભાગ દ્વારા નદીમાંથી લાશને બહાર કાઢવામાં આવી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા લાશને પીએમ અર્થ મોકલી આપી યુવકની ઓળખ બાબતે તપાસ હાથ ધરી હતી. હાલ તો યુવકે આત્મહત્યા કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

લાશ નદીના જળકુંભીમાં ફસાઈ હતી
સુરતના નાના વરાછા સ્થિત રામજી મંદિર તાપી નદીના ઓવારા પાસે નદીમાં એક લાશ જોવા મળી હતી. જેને લઈને સ્થાનિક લોકો દ્વારા પ્રથમ ફાયર અને કાપોદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને કાપોદ્રા અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચ્યું હતું. જેમાં લાશ નદીના જળકુંભીમાં ફસાઈ હતી. જેને લઈને ફાયર વિભાગ દ્વારા લાશને બહાર કાઢવામાં આવી હતી. જોકે કોઈ 30થી 35 વર્ષની ઉંમરના યુવકની લાશ હોવાનું જાણવા મળ્યું હતું. અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ યુવકે તાપી નદીમાં કૂદી આત્મહત્યા કરી છે.

ફાયર વિભાગ દ્વારા નદીમાંથી લાશને બહાર કાઢવામાં આવી.
ફાયર વિભાગ દ્વારા નદીમાંથી લાશને બહાર કાઢવામાં આવી.

લાશ કોહવાયેલ હાલતમાં મળી આવી
લાશ કોહવાયેલ હાલતમાં મળી આવી હતી. જેનાથી એવું ફલિત થતું જણાયું હતું કે લાશ બે કે ત્રણ દિવસ પહેલાની છે. તેને લઈને કોહવાય ગઈ હતી. લાશ તાપી નદીમાંથી બહાર કાઢ્યા બાદ કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી હતી અને સ્થાનિક લોકોના નિવેદનો નોંધ્યા હતા. જોકે અજાણ્યા યુવકની કોઈ ઓળખ થઈ નથી. જેને લઈને કાપોદ્રા પોલીસે લાશને પીએમ અર્થે મોકલી આપી ઓળખ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.