તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:સુરતના ઉધનામાં સામાન્ય ઝઘડામાં ફોન કરી યુવકને બોલાવી મોતને ઘાટ ઉતારાયો, મૃતક પરિવારનો એકનો એક દીકરો હતો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક ગોવિંદ ઉર્ફે અન્નાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મૃતક ગોવિંદ ઉર્ફે અન્નાની ફાઈલ તસવીર.
  • હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું ત્રણ દિવસની સારવાર બાદ મોત

ઉધના ત્રણ રસ્તા મસ્તાન નગર નજીક દિવાળીની રાત્રે સચિન પાલી ગામના યુવકને ચપ્પુ અને કોઈતાના ઘા મારી ફેંકી દેવાયા બાદ તેનું સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગોવિંદ ઉર્ફે અન્ના વેંકેટેશ વાલ્મિકી ઉપર 20 દિવસ પહેલા થયેલા સામાન્ય ઝઘડામાં હુમલો કરાયો હતો. સમાધાન માટે ફોન કરી ગોવિંદ ઉર્ફે અન્નાને ઉધના બોલાવી હત્યાના કાવતરાને અંજામ અપાયો હોવાનું હાલ બહાર આવ્યું છે. અન્ના વાલ્મિકી પરીવારનો એકનો એક દીકરો હતો. અન્નાના મોતથી ચાર બહેનોએ ભાઈ ગુમાવ્યો છે.

અકસ્માતમાં થયેલા બાઈકના નુકસાનના ખર્ચ માટે દબાણ કરાયું હતું
વેંકટેશ વાલ્મિકી (મૃતકના પિતા) એ જણાવ્યું હતું કે ગત શનિવારના રોજ પુત્ર ગોવિંદ ઉર્ફે અન્ના(ઉ.વ.18) પર એક ફોન આવ્યો હતો. તેને મિત્રો ઉધના બોલાવી રહ્યા હતા. પૂછપરછમાં ખબર પડી હતી કે, 20 દિવસ પહેલા અન્નાએ ઉધનામાં અકસ્માત કર્યો હતો. જેમાં કોઈ એક બાઇકને નુકશાન થયું હતું. જેના ખર્ચને લઈ સામાવાળા અન્ના પર દબાણ કરી રહ્યા હતા. સમાધાનની વાતને લઈ અન્ના ગયો હતો. ત્યારબાદ તેના મિત્રએ ફોન કરી જાણ કરી હતી કે, અન્નાને કેટલાક મારી રહ્યા છે. જેથી દોડીને ઘટના સ્થળે ગયા તો અન્નાને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.

મિત્રએ હુમલાખોરોને ધક્કો મારી યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો
પંકજ સિંગદાને (મૃતક નો મીત્ર) એ જણાવ્યું હતું કે મને ખબર પડતાં જ હું ઉધના રોડ નંબર 9 થી દોડીને મસ્તાન નગર ગયો હતો. જ્યાં આસિફ, રોશન, સાબિર સહિત 6-7 જણા અન્નાને લાફા મારી ગલીમાં લઈ ગયા હતા. જ્યાં આસિફે ચપ્પુ અને કોઈતા વડે માથામાં અને રોશને પગ અને હાથ પર ઘા માર્યા હતા. હું દોડીને હુમલાખોરોને ધક્કો મારી ગોવિંદ ઉર્ફે અન્નાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તે પહેલાં તો બીજા હુમલાખોરોએ ફટકા વડે અન્ના પર તૂટી પડ્યા હતા. અન્નાને લોહી-લુહાણ હાલતમાં હું બાઇક પર જ સિવિલ લઈ આવ્યો હતો. ત્યારબાદ તેના પિતાને જાણ કરી હતી. આજે સવારે લગભગ 3 વાગ્યે અન્નાનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો