તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:સુરતના વરાછામાં કિશોરીએ પડાવેલા ફોટો વાઈરલ કરવાની ધમકી આપી યુવકે બળજબરી શારીરિક સંબંધ બાંધ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દુષ્કર્મની પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
દુષ્કર્મની પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • પોલીસે દુષ્કર્મનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી

વરાછામાં યુવતી સાથે પડાવેલા ફોટો વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી બળજબરીથી શારીરિક સંબંધ બાંધનાર યુવક સામે બળાત્કારનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે કિશોરીએ ત્રણ વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોંધાવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. વરાછા પોલીસે હાલ બળાત્કારનો ગુનો નોંધી યુવકની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

કિશોરીને ભોળવીને ફોટો પાડ્યાં
વરાછા પોલીસે જણાવ્યું હતું કે, એ કે રોડ પર આવેલ શિવાંજલી સોસાયટીમાં રહેતા દર્શક દિનેશ ભંડારી નામનો યુવક મોબાઈલી દુકાન ચલાવે છે. દર્શક એક 17 વર્ષની કિશોરી પર નજર બગાડી એકાંતમાં બોલાવી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ મળી છે. કિશોરી પણ આખરે દર્શકની વાતમાં આવી જઈ તેને મળવા માટે ગઈ હતી. જોકે કિશોરીની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેણીને પકડી મોબાઈલમાં ફોટા પાડી લીધા બાદ દર્શક અવાર નવાર કિશોરીને આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 2018 થી અત્યાર સુધી કિશોરીની મરજી વિરુદ્ધ બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારને ધમકી અપાતી
આગામી સમયમાં આ મામલે પણ કોઈને જાણ કરશે તો તેણીને તથા તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. જોકે આખરે કિશોરીએ આ મામલે પરિવારના સભ્યોને વાત કરતાં પરિવારે તેને હિંમત આપતા કિશોરી એ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દર્શક દિનેશ ભંડારી સામે બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...