અકસ્માત:લિંબાયતથી ભાઠેના જતા બ્રિજ પર કારની અડફેટે યુવકનું મોત

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

લિંબાયતથી ભાઠેના જતા ફ્લાયઓવર બ્રિજ પર અજાણ્યા કાર ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે લિંબાયત પોલીસે ગુનો નોંધી અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.ભેસ્તાન આવાસમાં રહેતો ઝહીર મનસબખાન પઠાણ(22)બેલ્જિયમ ટાવરમાં મોડલિંગ સ્ટુડિયોમાં ડિલીવરી બોય તરીકે કામ કરતો હતો. ઝહીર મંગળવારે બપોરે તેના શેઠની મોપેડ પર બેગમપુરા મોતી ટોકીઝ પાસે પાનની દુકાન ચલાવતા પિતાને મળવા માટે ગયો હતો.

ત્યાર બાદ ઝહીર લિંબાયત ઓમનગર પાસે ભાઠેના તરફ જવાના બ્રિજ પરથી પસાર થતો હતો. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતા એક અજાણ્યા કાર ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઝહીરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી નાસી છુટ્યો હતો. બનાવની જાણ થતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...