સુરતના અડાજણમાં બાથરૂમમાં ન્હાવા ગયેલો 22 વર્ષીય યુવાન ગેસ ગીઝરને લઈ અચાનક બેભાન થઈ ગયો હોવાની વિચિત્ર ઘટના સામે આવી છે. એટલું જ નહીં, પણ અંદરથી બંધ બાથરૂમમાં યુવક ફસાઈ ગયો હોવાની જાણ બાદ પરિવારના હોશ ઉડી ગયા હતા. જોકે, પરિવારે પાડોશીઓની મદદથી લગભગ 10 મિનિટ બાદ બાથરૂમનો દરવાજો તોડી યુવાનને બહાર કાઢી તાત્કાલિક બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટના પાછળ ગેસ ગીઝરમાં ટેક્નિકલ ફોલ્ટ કે, તેમાંથી નીકળતો કાર્બન ઓકસાઈડ કારણભૂત હોવાનું ફાયર ઓફિસરનું અનુમાન છે. જોકે બાથરૂમની અંદર ગેસ ગીઝર મુકવું એ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
ટેક્નિકલ ફોલ્ટ હોય શકે-ફાયરબ્રિગેડ
સંપત સુથાર (ફાયર ઓફિસર અડાજણ)એ જણાવ્યું હતું કે ઘટનાની જાણ બાદ તત્કાલિક દોડી ગયા હતા. જોકે ત્યાં સુધીમાં યુવકને બહાર કાઢી લેવાયો હતો. ગેસ કંપનીના સુપર વાઇઝર અને પોલીસ આવી ગઈ હતી. યુવકને બેભાન અવસ્થામાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના પાછળ ટેક્નિકલ ફોલ્ટ કે કાર્બન ઓકસાઈડ કારણભૂત હોય શકે એમ કહી શકાય છે.
ઓછી ઘટના બનતી હોય છે
હર્ષ પટેલ (સુપર વાઇઝર ગુજરાત ગેસ કંપની) એ જણાવ્યું હતું કે, રેર ઓફ ધી રેર ઘટના બનતી હોય છે. 3 વર્ષના કેરિયરમાં પ્રથમવાર આવું જોવા મળ્યું છે. જનરલી ગીઝર બાથરૂમની બહાર જ લગાડવામાં આવે છે. આ કેસમાં ગીઝર બાથરૂમની અંદર હતું. જોકે ગેસ લીકેજની કોઈ સમસ્યા ન હતી. સંપૂર્ણ તપાસ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.