તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલમાં હોબાળો:સુરતમાં ઉંદર કરડતા યુવાન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો, રેસિડેન્ટ ડૉક્ટરે પોલીસે કેસ વગર સારવાર કરવાની ના પાડતા ભારે હોબાળો

સુરતએક મહિનો પહેલા
રેસિડેન્ટ ડૉક્ટરે MLC કેસ વગર સારવાર નહીં થાય એમ કહી કાઢી મૂકતા ભારે હોબાળો મચી ગયો હતો
  • આખરે મેડિકલ ઓફિસરે દવા લખી દર્દીને ઘરે પરત મોકલતા મામલો થાળે પડ્યો

સુરત સિવિલ હોસ્પિટલમાં ઉંદર બાઇટના એક દર્દીને ટ્રોમાં સેન્ટરમાં રેસિડેન્ટ ડૉક્ટરે MLC કેસ વગર સારવાર નહીં થાય એમ કહી કાઢી મૂકતા ભારે હોબાળો મચી ગયો હતો. આ બાબતે ફરજ પર હાજર મેડિકલ ઓફિસરે મેડિસિન વિભાગના એસોસિએટ પ્રોફેસરને જાણ કરતા આ કેસમાં કોઈ MLC જરૂર ન હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં પણ દુ:ખાવાની દવા પણ ન લખી આપતા આખરે મેડિકલ ઓફિસરે દવા લખી દર્દીને ઘરે પરત મોકલતા મામલો થાળે પડ્યો હતો.

અસહ્ય દુઃખાવો સાથે યુવાન સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં આવ્યો
ચેતન કિરણભાઇ રાજપૂત(ઉ.23),(રહે, ઉધના દરવાજા, સુરત) એ જણાવ્યું હતું કે, તેઓ ફાયનાન્સના કામકાજ સાથે સંકળાયેલા છે. બુધવારની રાત્રે ઘર બહાર એક ઉંદર કરડી જતા તાત્કાલિક દોડીને સિવિલ આવ્યા હતા. જ્યાં ટ્રોમાં સેન્ટરમાં કેસ પેપર કઢાવ્યા બાદ ડોક્ટરે બન્ને હાથમાં ત્રણ ઇન્જેક્શન આપી રજા આપી દીધી હતી. જોકે. આખી રાત દુઃખાવો રહેતા આજે સવારે અસહ્ય દુઃખાવા સાથે સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં આવ્યા હતા.

આખરે મેડિકલ ઓફિસરે દવા લખી દર્દીને ઘરે પરત મોકલતા મામલો થાળે પડ્યો
આખરે મેડિકલ ઓફિસરે દવા લખી દર્દીને ઘરે પરત મોકલતા મામલો થાળે પડ્યો

યુવાને ટ્રોમાં સેન્ટરમાં એક કલાક સુધી ધક્કા ખાધા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ટ્રોમાં સેન્ટરમાં ફરજ પર હાજર મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડોક્ટરે MLC એટલે કે પોલીસ કેસ કરવો પડશે એમ કહી ધક્કે ચઢાવ્યા હતા. ત્યાર બાદ ટ્રોમાં સેન્ટરથી OPD અને ત્યાંથી ફરી ટ્રોમાં સેન્ટરમાં એક કલાક સુધી ધક્કા ખાધા બાદ મેડિકલ ઑફિસરને મળતા થોડી રાહત થઈ હતી.

ટ્રોમાં સેન્ટરમાં એક કલાક સુધી ધક્કા ખાધા બાદ મેડિકલ ઑફિસરને મળતા થોડી રાહત થઈ હતી
ટ્રોમાં સેન્ટરમાં એક કલાક સુધી ધક્કા ખાધા બાદ મેડિકલ ઑફિસરને મળતા થોડી રાહત થઈ હતી

સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ જરૂરી બની ગયું છે
વધુમાં જણાવ્યું હતું કે, ઉંદર બાઈટ માટે પોલીસ કેસ કઢાવવો પડે એ પહેલીવાર સાંભળ્યું, મેડિકલ ઓફિસરે મેડિસિન વિભાગના એસોસિએટ પ્રોફેસરને ફોન કરતા એમણે પણ જણાવ્યું હતું કે, આ કેસમાં MLC જરૂરી નથી. જેથી મેડિકલ ઓફિસરે ઓન પેપર લખીને આપ્યું છતાં રેસિડેન્ટ તબીબે જોવા શુદ્ધાની ના પાડી દીધી, ત્યારબાદ મેડિકલ ઓફિસરે દવા લખી તો દુ:ખાવો દૂર થયો, હું તો એટલું જ કહીશ હવે સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ જરૂરી બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...