ક્રાઇમ:ફોનમાં ચાઇલ્ડ પોર્ન વીડિયો રાખનારા યુવકની ધરપકડ

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસ તપાસમાં 9 વીડિયો મળી આવ્યા

હવે ચાઇલ્ડ પ્રોનોગ્રાફીને લગતા વીડિયો મોબાઇલમાં સ્ટોર કરવા પહેલા એકવાર વિચાર કરજો, કેમ કે તમારી સામે ગુનો પણ દાખલ થાય શકે છે. આવા વિડીયો મોબાઇલમાં સ્ટોર કરવામાં ઉધના ખાતે રહેતા કોલેજીયન યુવક સામે સાયબર ક્રાઇમે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. મૂળ યુપીના વતની અને હાલમાં સુરત ખાતે ઉધના પટેલ નગરમાં રહેતા 19 વર્ષીય રમજાન મોહંમદ વકીલ સુરતની કોલેજમાં ડિઝાઇનીંગનો કોર્ષ કરે છે.

સુરત સાયબર ક્રાઇમના સ્ટાફે બાતમીને આધારે મંગળવારે સવારે એક યુવકને પકડયો હતો. તેની પાસેથી મોબાઇલ લઈ પોલીસે ચેક કરતા તેમાંથી ચાઇલ્ડ પ્રોનોગ્રાફીને લગતા અલગ અલગ ફોલ્ડરોમાંથી 9 વિડીયો મળી આવ્યા હતા. વિડીયો બાબતે પોલીસે યુવકની પૂછપરછ કરતા તેણે વેબસાઇટથી ડાઉનલોડ કરી હતી. તેને આવા વિડીયો જોવાનો શોખ હોવાની વાત પોલીસને જણાવી હતી. ટૂંકમાં આરોપી માનસિક વિકૃત હોય એવું પોલીસને લાગી રહ્યું છે.

શ્રમજીવી વિસ્તારોમાં ચાઇલ્ડ પોર્નનું ચલણ વધુ
શ્રમ વિસ્તારોમાં ખાસ કરીને લિંબાયત, પાંડેસરા, સચીન જીઆઇડીસી, હજીરા જેવા વિસ્તારોમાં જો સાયબર ક્રાઇમ સરપ્રાઇઝ વિઝિટ કરી કામદારોના મોબાઇલની તપાસ કરે તો આરોપી રમજાન વકીલ જેવા ઘણા કારીગરોના મોબાઇલમાં ચાઇલ્ડ પ્રોનોગ્રાફીને લગતા વિડીયો મળી શકે છે. એટલું જ નહિ આ વિડીયો કોની પાસે ડાઉનલોડ કરાવ્યા તે અંગેની પણ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે. ભૂતકાળમાં આવા વિડીયો જોઈ ઉતેજિત થયેલા નરાધમોએ નાની બાળકીની પર રેપ અને છેડતી કરતા પણ અચકાયા નથી.

અન્ય સમાચારો પણ છે...