તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:આપ: કાલે જ ખાડીનો રાઉન્ડ લો, ચેરમેન: હું મારા સમયે આવીશ

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન
  • વરાછા અને પુણામાં ખાડી સફાઈનો વિવાદ વધુ વકર્યો

વરાછા-પુણા વિસ્તારમાં ખાડી સફાઇના વિવાદ મામલે સોમવારે આપના નગરસેવકો અને કાર્યકરોએ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી ઘેરાવ કર્યો હતો. ચેરમેનની ઓફિસમાં આપના 25થી 30 કાર્યકર્તાઓએ ધસી જઈ કહ્યું કે, ચોમાસું સામે છે ત્યારે કાલે જ ચેરમેન ખાડીનો રાઉન્ડ લઇ ઝડપથી પ્રશ્નનું નિરાકરણ લાવે. જવાબમાં ચેરમેન પરેશ પટેલે કહ્યું હું મારા સમયે આવીશ. જેથી વિવાદ વધુ વકર્યો હતો.

હજારો કરોડોનું બજેટ છે, કોના ખિસ્સામાં જાય છે? : વિપક્ષ
પાલિકાનું હજારો કરોડોનું બજેટ છે, કોના ખિસ્સામાં જાય છે? પરેશ પટેલ બહાર આવો? એવા નારા લગાવી સ્ટેન્ડિંગ ચેરમેનને ઓફિસમાંથી બહાર બોલાવ્યા પરંતુ ન આવતા અડધો કલાક સુધી સુત્રોચ્ચાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...