ધમકી:તમે જબરજસ્તી મારા મિત્રને વ્યસનમુક્તિ કેન્દ્રમાં દાખલ કર્યો છે, તેને છોડો નહીં તો તોડફોડ કરીશું

નવાગામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અસ્તા ગામના વ્યસન મુક્તિ કેન્દ્રના પ્રોજેક્ટ ડિરેક્ટરને ફોન પર ધમકીઓ મળી

કામરેજ તાલુકાના અસ્તા ગામે આવેલ વ્યસન મૂક્તિ કેન્દ્રમાં દારૂની લત છોડાવવા માટે વરાછાના યુવાનને પરિવાર લાવી તેને દાખલ કર્યા હતાં. તેજ રાત્રે 10 કલાકે ડિંડોલીનો અને તેના અન્ય મિત્રએ જણાવ્યું હતું કે તમારી સંસ્થામાં આવીને તોડફોડ કરીશું અને બદનામ કરીશું. જે અંગે પ્રોજેક્ટ ડિરેક્ટરે ફોન કરનાર ઈસમ વિરુદ્ધ કામરેજ પોલીસમાં ફરિયાદ આપી છે.

કામરેજ તાલુકાનાં આસ્તા ગામે આવેલા વ્યસનમુક્તિ કેન્દ્રમાં કિરણ રશ્મિન મિસ્ત્રી (38) પ્રોજેકટ ડીરેકટર તરીકે ફરજ બજાવે છે. સંસ્થામાં 1650 વ્યસન બંધાણી સારવાર લઇ ચૂક્યા છે, અને હાલ 140 લોકો સારવાર હેઠળ છે. 15-2-2020ના રોજ સુરત મોટા વરાછાની આનંદધરા સોસાયટી વિ.1 માં રહેતા ભાવેશ ઘનશ્યામ ચલોડિયાને દારૂનું વ્યસન હોય. તેનાં પરિવારજનોએ દાખલ કરેલ હતો. જે એક મહિનાની સારવાર બાદ વ્યસન મૂકત થતા રજા આપવાથી તેનાં પરિવારજનો લઇ ગયા હતા. ત્યારબાદ ભાવેશ ચલોડિયા ફરીથી દારૂ પીવાનાં રવાડે ચઢી જતા 15-9-2020નાં તેનાં પરિવારજનો તેને ફરીથી દાખલ કરી ગયા હતા.

તે રાત્રે 10 વાગે ડીંડોલીથી બંટી પાટીલ નામનાં શખ્સે ફોન પર કિરણ મિસ્ત્રી સાથે તમે”ભાવેશ ચલોડિયાને તમારી સંસ્થામાં ખોટી રીતે ભરતી કરેલ છે. અત્રે સારવારનાં બહાને ટોર્ચર કરો છો, ભાવેશને છોડી દો. નહીંતર હું 20-25 માણસોનું ટોળું લઇને આવીશ સંસ્થામાં તોડફોડ કરીશ. ભાવેશને લઇ જઇશ અને તમને પણ મારીશ કહીને ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ તે જ રાતે 10.41 વાગે કિર્તી પટેલ નામનાં ઇસમે ફોન પર કિરણ મિસ્ત્રીને નાલાયક ગાળો આપી ભાવેશને છોડી દો નહીંતર તમારી માતા-બહેન એક કરી નાંખીશ. તમે મને ઓળખતા નથી તમારી સંસ્થા પર કેસ કરી તમને બદનામ કરી સંસ્થા બંધ કરાવી દઇશ ની ધમકી આપી ફોન કટ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...