તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The 46 year old Patient, Who Weighed 130 Kg And Had Been Suffering From High Pressure For 8 Years, Defeated Corona In 14 Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને માત:130 કિલો વજન અને 8 વર્ષથી પ્રેશરની બિમારીથી પીડિત 46 વર્ષિય દર્દીએ કોરોનાને 14 દિવસમાં હરાવ્યો

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોનાને માત આપનાર સોનગઢના સુનિલભાઈ અગ્રવાલ. - Divya Bhaskar
કોરોનાને માત આપનાર સોનગઢના સુનિલભાઈ અગ્રવાલ.
  • સિવિલના તબીબોના પ્રયત્નોથી સુનિલભાઈએ કોરોનાની જંગ જીતી

કોરોના કાળની શરૂઆતથી કોરોનાની સાથે અન્ય બીમારીથી પીડિત દર્દીઓ માટે કોરોના ધાતક નિવડ્યો છે. પણ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના રહેવાસી સુનિલભાઈ કોરોના હરાવવામાં સફળ થયા હતા. સુનિલભાઈને મેદસ્વીતાની બિમારી સાથે બ્લડપ્રેશર અને સાથે 50 ટકા કોરોનાનું ઈન્વોલ્વમેન્ટ આવતા પરિવાર સહિત ચિંતામાં મુકાયા હતા. પરંતુ સિવિલ હોસ્પિટલના અનુભવી તબીબોની ટીમ દ્વારા એક સાથે ત્રણેય બિમારીની ટ્રીટમેન્ટ શરૂ રાખીને 14 દિવસનાં 130 કિલોથી પણ વધુ વજન ધરાવતા સુનિલભાઈને કોરોનાને માત અપાવવામાં સફળતા મેળવી હતી.

સારવાર કરવી ઘણી મુશ્કેલ હતી
કોવિડ સ્ટેમસેલ બિલ્ડિંગમાં ફરજ પરના ડો. સંદિપ કાકલોત્તરએ વધુમાં જણાવ્યું કે, સુનિલભાઈ જ્યારે દાખલ થયા ત્યારે તેમનું ઓક્સિજન પણ લેવલ પણ ઘટીને 60 ટકા જેટલું મેઈન્ટેઈન રહેતું હતું. તેમનો RT-PCR રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે તેમનું સિટી સ્કેન કરાવતા સિટી સ્કેનમાં 50 ટકા કોરોનાનું ઈન્વોલ્વમેન્ટ હતું એટલે તાત્કાલિક તેમને ICU વોર્ડમાં બાયપેપ પર ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. 46 વર્ષિય દર્દી સુનિલભાઈને છેલ્લા 8-9 વર્ષથી બ્લડપ્રેસરની બિમારીની છે સાથે તે મેદસ્વીતાની બિમારી હોવાથી તેમનું વજન પણ 130 કિલોથી વધુ છે. તેમની સારવાર કરવી ઘણી મુશ્કેલ હતી.

50 ટકા કોરોના હોવા છતાં કોરોનાને પરાસ્ત કર્યો
કોવિડની ગાઈડલાઈન મુજબ રેમડેસિવિર ઈન્જેક્શનના ડોઝ આપ્યા હતા. તેની સાથે લોહી જામી જવાથી તેની પણ સારવાર શરૂ કરી અને અંતે 6 દિવસ ICU વોર્ડમાં રહ્યા બાદ તબિયતમાં સુધારો જણાતા તેમને જનરલ વોર્ડમાં NRBM ઓક્સિજન પર શિફ્ટ કરી ત્યાં તેમની તમામ પ્રકારની કાળજી લેવાતી હતી. નર્સિંગ સ્ટાફ સાથે તબીબોની ટીમનું સમયાંતરે ચેકઅપથી લઈ દવા, જમવાનું નાસ્તો, ગરમ પાણી જેવી બધી જ પ્રકારની સુખસુવિધા મળતા સુનિલભાઈને રિકવરી ખૂબ જ ઝડપથી આવી અને 50 ટકા કોરોના હોવા છતાં પણ 14 દિવસમાં કોરોના પરાસ્ત કરવામાં સુનિલભાઈએ પણ એટલો જ સપોર્ટ આપ્યો છે. તબીબો દ્વારા આપવામાં આવતી તમામ વાતનું અનુકરણ કરતા હતા. આજે 14 દિવસની સારવાર બાદ સુનિલભાઈ ડિસ્ચાર્જ થઈ પોતાના ઘરે પરત ફરે છે.

જમવાથી લઈને તમામ પ્રકારની સુવિધા બેડ પર જ મળી
સોનગઢના સર્વોદય નગરમાં રહેતા સુનિલભાઈ અગ્રવાલે કહ્યું કે, તા. 17 એપ્રિલના રોજ એકાએક શ્વાસ લેવામાં તકલીફ થતા સોનગઢની પ્રાઈવેટ હોસ્પિટલમાં તપાસ કરાવવા ગયા પરંતુ ત્યાં ફરજ પરની તબીબોએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ શિફ્ટ થવાની સલાહ આપતા પરિવારજનો પ્રાઈવેટ એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મારા પરિવારને સદસ્યો મારી ચિંતા કરતા હતા. એક તો મારું વજન પણ વધુ હોવાથી મને હેરફેર કરવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. પણ અહિંયા હોસ્પિટલથી દરરોજ વીડિયો કોલથી વાત કરાવતા ત્યારે એક વાત કહેતા ચિંતા કરતા નહીં. સુનિલભાઈ જલદી સ્વસ્થ થઈને ઘરે આવી જશે. જમવાથી લઈને તમામ પ્રકારની સુવિધા મને મારા બેડ પર જ મળી એટલે હું ઝડપથી સાજો થયો છું. મારા પાસે કહેવા માટે શબ્દો નથી એટલી આ સ્ટાફે મારી સેવા કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો