સુરતમાં સગીરાનો આપઘાત:પિતાએ કહ્યું, કોરોના ફેલાયેલો છે એટલે ઉત્તરાયણે ફ્રેન્ડ સાથે ફરવા નથી જવાનું; માઠું લાગતાં 14 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાધો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આપઘાત કરનાર કિશોરીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
આપઘાત કરનાર કિશોરીની ફાઈલ તસવીર.
  • પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો ને દીકરીએ 10 મિનિટના સમયગાળામાં રૂમમાં આપઘાત કરી લીધો

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાશનગરમાં એક 14 વર્ષની વિદ્યાર્થીનીએ ઘરના રૂમમાં ફાંસો ખાય મોતને વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બહેનપણીઓ સાથે ફરવા જવાની ના પાડતાં દીકરીએ આવું અંતિમ પગલું ભર્યું હોવાનું મૃતક સગીરાના પિતાએ કહ્યું હતું. પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો ને દીકરી એ 10 મિનિટના સમયગાળામાં રૂમમાં આપઘાત કરી લીધો હોવાનું પરિવારે જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કોઈ અનહોની ન થાય એ માટે પિતાએ ના કહી હતી
રૂપેશ કુસવાહ (મૃતક સગીરાના પિતા) એ જણાવ્યું હતું કે, દીકરી ધોરણ-10 માં અભ્યાસ કરતી હતી. આજે મકરસંક્રાંતિને લઈ બહેનપણીઓ સાથે ફરવા જવાની જીદ પકડી હતી. એક બાજુ કોરોના સંક્રમણ અને બીજી બાજુ પતંગના દોરાને લઈ કોઈ અનહોની ન થાય એ માટે ઘરમાં જ રહેવા કહ્યું હતું.

આપઘાત કરનાર કિશોરી ઉત્તરાયણને લઈને મિત્રો સાથે ફરવા જવા માગતી હતી.
આપઘાત કરનાર કિશોરી ઉત્તરાયણને લઈને મિત્રો સાથે ફરવા જવા માગતી હતી.

દીકરીને લટકતી જોઈ પગ નીચેથી જમીન સરકી ગઈ
વધુમાં જણાવ્યું હતું કે બપોરના ભોજન બાદ પરિવાર ઘર બહાર બેસવા ગયો હતો. 10 મિનિટ બાદ બાળકોની બુમાબુમ થતા ઘરમાં દોડીને ગયા તો દીકરી લટકી રહી હતી. ફાંસો ખાધેલી હાલતમાં દીકરીને જોઈ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. નીચે ઉતારી સારવાર માટે લઈ આવતા ડોક્ટરો એ મૃત જાહેર કરી હતી. ત્રણ સંતાનોમાં આ સૌથી નાની દીકરી હતી.