સુરતીઓ માટે આનંદના સમાચાર છે. આગામી 10 જૂનથી લઇ 12મી જૂન સુધી ભારતની દિવ્યાંગ ક્રિકેટ નેપાળમાં 3 ટી-20 મેચની સિરીઝ રમવા જશે. જેમાં સુરતના બે ખેલાડીઓ યાહ્યા પટેલ અને સમીર ચૌહાણની પસંદગી કરવામાં આવી છે. આમાં પણ ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમનું નેતૃત્વ સુરતના યાહ્યા પટેલ કરશે. એ સાથે જ સુરતના જ યોગેશભાઈ શિંદેની ટીમ ડિરેક્ટર અને વડોદરાના વિભા રબારીની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ તમામ ખેલાડીઓ હાલમાં દિવ્યાંગ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ક્રિકેટ રમી રહ્યા છે.
દિવ્યાંગોને પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડ મળતું નથી
ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરનાર 50 વર્ષીય યાહ્યાખાન પઠાણ લાજપોર ગામ નજીક આવેલા સામરોદ ગામના સરપંચ રહી ચુક્યા છે. તેઓ ભારત માટે 8 મેચ રમી ચુક્યા છે. જેમાં તેમણે 135 રન કરી 12 વિકેટ ઝડપી છે. જ્યારે સુરતના બીજા દિવ્યાંગ ક્રિકેટર સમીર ચૌહાણ પણ ઓલરાઉન્ડર છે અને તેઓ ભારત માટે અત્યાર સુધી 7 મેચ રમી ચુક્યા છે.
સમીર કેબલ ઓપરેટર તરીકે કામ કરે છે
તેમણે 300થી વધુ રન બનાવીને 13 વિકેટ ઝડપી છે. સમીર કેબલ ઓપરેટર તરીકે કામ કરે છે. ભાડેથી ગ્રાઉન્ડ એફોર્ટ કરી ન શકવાના કારણે સમીર અને એમના જેવા
અન્ય ખેલાડીઓ પ્રેક્ટિસ માટે 25 કિમી દૂર જાય છે અને ત્યાંથી પરત આવીને નોકરીએ જાય છે. ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમ વતી રમનારા આ બંને 35 વર્ષથી ક્રિકેટ રમવાનો અનુભવ ધરાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.