તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લો, આ તો હદ્દ થઈ:સુરતમાં રોંગ સાઈડમાં જતા સાયકલ સવારને પકડીને પોલીસે RTO મેમો ફટકારી દીધો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયકલ સવારને દંડ ફટકારાતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. - Divya Bhaskar
સાયકલ સવારને દંડ ફટકારાતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
  • ટ્રાફિક એસીપીએ કહ્યું, ફેટલ રોકવા માટે મેમો આપ્યો
  • પોલીસ દ્વારા મેમોમાં ખોટી કલમ લખી દેવામાં આવી

સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારની અંદર સાયકલ ચાલક રોંગ સાઈડમાં આવતા ટ્રાફિકના કર્મચારીએ પાંડેસરામાં રહેતા રાજબહાદુર યાદવને મેમો પકડાવી દીધો હતો.સાયકલ ચાલકને મેમો આપી દેતા શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. અત્યાર સુધીમાં રોંગ સાઈડ મોટરસાયકલ કે ફોર વ્હિલર આવતી હોય તો તેને મેમો આપવાનું સામાન્ય હતું. પરંતુ આજે સાયકલ ચાલકને મેમો આપતા આશ્ચર્ય થયું હતું. સાયકલ ચાલકને જે કલમ લગાવવી જોઈતી હતી તે કલમને બદલે મોટર વ્હીકલ એક્ટની કલમ 184 લગાડાતા મેમો આપનારની ભૂલ સામે આવી હતી. એન્જિન ન હોય તેવા વાહનને માટે આ કલમ લગાડી શકાય નહીં

વાહનચાલકોની સાથે સાયકલ સવારને મેમો
સચીન જીઆઇડીસી જીઆવ બુડીયા ગામ તરફ જવાના રસ્તા પર આજે ટ્રાફિક પોલીસ દ્વારા 90 વાહનચાલકોને મેમો આપવામાં આવ્યા હતા. સાયકલ સવાર આધેડ રાજબહાદુર યાદવને સવારે 9 વાગે સચિન વિસ્તારમાં મેમો આપ્યો હતો.સાઈકલ લઈને કોઈ રોગ સાઇડમાં જાય તો કલમ 90 મુજબ કોર્ટનો કે RTOનો મેમો આપવામાં આવે છે. મેમોમાં જે કલમ લખવામાં આવી છે તે પણ પોલીસ દ્વારા ખોટી લખાય છે.

સાયકલ સવારને અન્ય વાહનોની સાથે દંડ ફટકારાયો હતો.
સાયકલ સવારને અન્ય વાહનોની સાથે દંડ ફટકારાયો હતો.

ખોટી કલમ લખાયાનો સ્વિકાર
ટ્રાફિક વિભાગના એસીપી એચડી મેવાડાએ સ્વિકાર્યું કે, મોટર વ્હીકલ એક્ટની કલમ લખવામાં આવી છે, તે ખોટી છે અમે તેને સુધારી લઈશું. પરંતુ મહત્વની વાત એ છે કે, સચીન જીઆઇડીસીથી જીઆવ બુડીયા ગામ તરફના રસ્તા ઉપર વાહન ચાલકો ખૂબ મોટું જોખમ લઈને ડિવાઈડર ઓળંગતા હોય છે. તેના કારણે અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે. અમે હાઈ-વે ઓથોરીટીને પણ જાણ કરે છે કે, ડિવાઈડર ઉપર લગાડી દેવામાં આવે છે.જેથી કરીને અકસ્માતો ન થાય. અમારી ટીમ દ્વારા આજે સવારથી આ સમગ્ર વિસ્તારની અંદર 90 જેટલા મેમો ફાડવામાં આવ્યા છે. અમારો ઉદ્દેશ ફેટલ રોકવા માટેનો છે. લોકરક્ષક દળના કોમલ ડાંગર દ્વારા આ મેમોની અંદર કલમ લખવામાં ભૂલ થઇ છે, જે મારા ધ્યાન પર પણ આવી છે.

અન્ય સમાચારો પણ છે...