કરોડોપતિ ગણપતિ:600 કરોડની કિંમતના ડાયમંડ ગણેશાના કરો દર્શન, સુરતના હીરા ઉદ્યોગપતિના ઘરે કરવામાં આવી સ્થાપ્ના

સુરત4 મહિનો પહેલા
  • છેલ્લા 12 વર્ષથી હીરા ઉદ્યોગપતિ ગણેશોત્સવ દરમિયાન ઘરે સ્થાપ્ના કરે છે
  • ડાયમંડ ગણેશાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે યુનિક ડાયમંડ ઓફ ધ વર્લ્ડ તરીકે જાહેર કર્યો છે

દુનિયાના સૌથી કિંમતી ગણેશજીની મૂર્તિ વિશે જાણવું રસપ્રદ રહેશે કે જેની સામે કોહિનૂર પણ ફીકો પડે છે. આ મૂર્તિની કિંમત સાંભળી ઘણા લોકો ચોંકી જાય છે. એક અંદાજ મુજબ આ ડાયમંડ ગણેશાની કિંમત અધધ 600 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. ડાયમંડ ગણેશાની આજથી હીરા ઉદ્યોગપતિ કનુભાઈ અસોદરિયા અને તેમનો પરિવાર પોતાના ઘરમાં દસ દિવસ સુધી પૂજા-અર્ચના કરી શ્રીજીની આરાધના કરશે.

હીરા ઉદ્યોગપતિ ગણેશોત્સવમાં ઘરે જ સ્થાપ્ના કરે છે
સુરતના હીરા ઉદ્યોગપતિ કનુભાઈ અસોદરિયાએ વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની સ્થાપના કરી છે. આ ગણેશ રફ ડાયમંડમાં જોવા મળે છે. દર વર્ષે તેઓ પોતાના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીના પર્વ પર સ્થાપના કરતા હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત 600 કરોડથી પણ વધુ ગણાવવામાં આવે છે. પરંતુ કનુભાઈ અસોદીયા ક્યારે પણ આ ગણેશજીની કિંમત બતાવતા નથી કારણ કે તેઓની માટે આ બહુમૂલ્ય છે.

પરિવાર છેલ્લા 12 વર્ષથી ડાયમંડ ગણેશાની ઘરમાં જ સ્થાપ્ના કરે છે.
પરિવાર છેલ્લા 12 વર્ષથી ડાયમંડ ગણેશાની ઘરમાં જ સ્થાપ્ના કરે છે.

ગણેશજીની મૂર્તિ રફ હીરાની છે
ગજાનનનું આ સ્વરૂપ સુરતના હીરા ઉદ્યોગપતિ કનુભાઈ આસોદરિયા પરિવાર પાસે છે. આ ગણેશજીની મૂર્તિ રફ હીરાની છે. જેનુ વજન 182.53 કેરેટ છે અને 36.5 ગ્રામની છે. તમને જણાવી દઇએ કે કોહિનુર 105 કેરેટનો હીરો છે જ્યારે ગણપતિની પ્રતિમા 182 કેરેટ 53 સેન્ટની છે. જે કોહિનુર હીરા કરતાં પણ મોટું છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે આ હીરાને વિશ્વના સૌથી યુનિકનો દરજ્જો પણ આપ્યો છે.

ગણેશોત્સવ દરમિયાન પરિવાર પૂજા-અર્ચના કરે છે.
ગણેશોત્સવ દરમિયાન પરિવાર પૂજા-અર્ચના કરે છે.

બેલ્ઝિયમમાંથી રફ હીરામાંથી ડાયમંડ ગણેશા મળ્યા
હીરાના આ ગણપતિની સૌથી મોટી ખાસિયત એ છે કે એ પ્રાકૃતિક છે અને તેને બનાવવામાં આવી નથી. અહીં 600 કરોડના આ ગણેશજી સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ 12 વર્ષ પહેલા બેલ્ઝિયમમાંથી રફ હીરાનો મોટો લોટ ખરીદ્યો હતો. તે રફ હીરાના લોટમાંથી આ શ્રીજીની ડાયમંડ આકારનો કાચો હીરો મળ્યો હતો. આ હીરામાં ગણેશજીની છબી નજર આવતા જ ઘરના મંદિરમાં તેમને સ્થાપિત કર્યા અને બસ ત્યારથી આ ગણેશજી કનુભાઈના ઘરના મંદિરમાં બિરાજે છે.

હીરા ઉદ્યોગપતિ પાસે અન્ય પણ ગણેશની મૂર્તિઓનું કલેક્શન છે.
હીરા ઉદ્યોગપતિ પાસે અન્ય પણ ગણેશની મૂર્તિઓનું કલેક્શન છે.

અમેરિકાના કેલિફોર્નિયાના મંદિરમાં પણ ડાયમંડ ગણેશાની તસવીર
દેશ વિદેશની ઘણી જાણિતી હસ્તીઓ પણ આ 600 કરોડના ગણેશજીના દર્શન માટે સુરત આવી ચૂક્યા હોવાનું જાણવા મળે છે. સુરતના ડાયમંડ ગણેશાના દર્શન કરવા માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર ડેમોક્રેટિક પક્ષના કમલા હેરિસે પણ તસવીરે મંગાવી હતી. હાલ 25 દેશોના મહત્વપૂર્ણ વ્યક્તિઓ પાસે આ ગણેશાની તસ્વીર છે. અમેરિકાના કેલિફોર્નિયાના મંદિરમાં પણ આ ડાયમંડ ગણેશાની તસવીરો મૂકવામાં આવી છે.

હીરા ઉદ્યોગપતિને બેલ્ઝિયમમાંથી રફ હીરામાંથી ડાયમંડ ગણેશા મળ્યા હતા.
હીરા ઉદ્યોગપતિને બેલ્ઝિયમમાંથી રફ હીરામાંથી ડાયમંડ ગણેશા મળ્યા હતા.