તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત:પૂજા કે નમાઝ સમૂહમાં કરવી યોગ્ય નથી: મ્યુનિસિપલ કમિશનર

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમૂહમાં નમાજ પઢવી તે અયોગ્ય છે - Divya Bhaskar
સમૂહમાં નમાજ પઢવી તે અયોગ્ય છે
  • લોકલ ટ્રાંસમિશનની પાલિકા કમિશનરે શંકા વ્યક્ત કરી
  • લોન્ડ્રીમાં ગયેલા લોકોને ચેપ લાગ્યાની શક્યતા

સુરતઃ કોરોના શહેરમાં લોકલ ટ્રાંસમિશન થકી ફેલાવવાની શરૂઆત થતાં પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ ચિંતા વ્યક્ત  કરી છે. શહેરીજનોને વિનંતી કરી છે કે, હવે  લોકલ ટ્રાન્સમિશન થવાની શક્યતા છે. રાંદેરમાં 67 વર્ષીય શખ્સમાં લોકલ ટ્રાન્સમિશનને લીધે કોરોના પોઝિટિવ આવ્યો છે તેથી સોશિયલ ડિસ્ટન્સનું ખુબ જ કડકપણે પાલન કરાવું જોઈએ. સમગ્ર રાંદેર વિસ્તારને ડિસ-ઇન્ફેક્ટ કરાશે. ધાર્મિક સ્થળોમાં જવાથી ચેપ લાગ્યો હોઇ હાલમાં કોઈ પણ ધર્મના ધાર્મિક સ્થાનોમાં સમૂહમાં પૂજા કે નમાઝ કરવી યોગ્ય નથી.

લોકલ ટ્રાન્સમિશન થવાની શક્યતા
પાલિકા કમિશનરે વધુમાં જણાવ્યું છે કે, રાંદેરની આ વ્યક્તિનો ફોરેન પ્રવાસની કોઈ પણ હિસ્ટ્રી નહીં હોવા છતાં તેને કોરોનાનો ચેપ લાગ્યો છે. તો કઈ રીતે લાગ્યો છે, તેના આજુ બાજુના વિસ્તારમાં કેટલાં પોઝિટિવ કેસ છે વગેરે પ્રક્રિયા હાથ ધરાઇ છે. શહેરીજનોને વિનંતી છે કે, આપણે એ દોરમાં છીએ કે જ્યારે લોકલ ટ્રાન્સમિશન થવાની શક્યતા રહેલી છે. રાંદેરના શખ્સની ફોરેન હિસ્ટ્રી ન હોઇ આજુબાજુના લોકો કેરિઅર્સ છે. વિદેશથી આવ્યાં છે તેમની સાથે કોઈ પણ રીતે એમને ચેપ લાગ્યો હશે. તેમની લોન્ડ્રીમાં ગયા હશે એ તમામ લોકોને ચેપ લાગવાની સંભાવના છે. એમના જે સંપર્કમાં હતાં તે તમામને કોરન્ટાઈન કરીએ છીએ. સૌથી વધારે કોરોન્ટાઈન આ કિસ્સામાં કરી રહ્યાં છીએ.   

કામદારોને ખર્ચી આપવા સૂચના અપાઈ
મોટો પ્રશ્ન પરપ્રાંતિય કામદારોનો છે અને ભોજનનો છે. તમામ એનજીઓને ક્યાં સ્થળોએ જવાનું તે અંગે સંકલન કરાયું છે. તમામ મજૂર, કામદારોને ખર્ચી આપી દેવામાં આવે નહી તો પગલાં લેવામાં આવશે. સ્થાનિક સંસ્થાઓને આગળ આવીને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ભુખ્યા ન રહે તે માટે પાલિકાનો સંપર્ક કરીને મદદ કરવા કમિશનરે અપીલ કરી છે. તથા અક્ષયપાત્ર દ્વારા ભોજન પહોંચાડવાની વ્યવસ્થા પાલિકા કરી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...