તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ મહત્ત્વ:ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજા કરવાથી અકસ્માત મૃત્યુ ટળે છે, વર્ષમાં એક જ વાર વિષ્ણુજી-શિવજીનો એક સાથે અભિષેક કરાય છે

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે પૂનમ, નદીઓમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ

30 નવેમ્બરના રોજ કારતક મહિનાની પૂર્ણિમા ઊજવવામાં આવશે. જેને દેવ દિવાળી અને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શત્રુઘ્ન મહારાજે જણાવ્યું હતું કે, આજે ભગવાન વિષ્ણુ અને શિવજીનું વિશેષ પૂજન કરવું જોઇએ. વિષ્ણુજીને કેસર, ચંદન મિક્સ કરેલાં જળથી સ્નાન કરાવો. ચંદન, પીળા વસ્ત્ર, પીળા ફૂલ વગેરે ચઢાવો. શિવલિંગને દૂધ મિક્સ કરેલાં જળથી સ્નાન કરાવ્યા પછી સફેદ આંકડાના ફૂલ, ચોખા, બીલીપાન અર્પણ કરો. બંને ભગવાનને કમળ ફૂલ પણ અર્પણ કરો. દૂધથી બનેલી મિઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવી આરતી કરો અને વિષ્ણુ મંત્ર માટે ‘ઓમ નમો નારાયણ અને શિવજી માટે ઓમ નમ: શિવાય’ મંત્રનો જાપ કરવો જોઇએ. દેવ દિવાળીના દિવસે પૂજા કરવાથી ધન-દોલત, ઐશ્વર્ય સાથે માન-સન્માન સાહજીક રીતે મળે છે. પોતાની મનોતી પુરી થાય છે. કાર્તિક પૂર્ણિમાએ ગરીબોને ફળ, અનાજ, દાળ, ચોખા, ગરમ કપડાંનું દાન કરી શકાય છે.

અભિષેક સમયે ઓમ નમ: શિવાય મંત્ર ઉચ્ચારો
કારતક મહિનાની પૂર્ણિમાએ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. સાંજે નદીમાં દીપદાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. સાંજે મંદિર, ચાર રસ્તે, પીપળાના વૃક્ષ તથા તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો જોઇએ. આ તિથિએ કરેલાં દાન-પુણ્ય, જાપ વગેરેનું દસ યજ્ઞ સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. વર્ષમાં એક જ વાર એવું બને છે કે, જ્યારે ભગવાન વિષ્ણુ અને શિવજીનું એક જ દિવસે અભિષેક કરવામાં આવે છે.

જેથી ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે અને અકસ્માત મૃત્યુથી મુક્તિ મળે છે. આ શુભ અવસરે ભગવાન વિષ્ણુ શિવજીને સમગ્ર સૃષ્ટિનું સંચાલન આપે છે. કારતક પૂર્ણિમાંના દિવસે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના શાપમાંથી મુક્ત થાય છે અને 12 મહીને શેરડીનાં ખેતરમાં રહ્યા બાદ દેવલોક પધારે છે. એટેલે ખેતરમાં પૂજા કરવાથી અપાર ધન-સંપત્તિ પ્રાપ્ત થાય છે.

અન્ય સમાચારો પણ છે...