ચેમ્બર દ્વારા 7થી 9 જાન્યુઆરી સુધી સરસાણા એક્ઝિબીશન સેન્ટર ખાતે ‘સિટેક્સ– સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સ્પો–2023’નું આયોજન કરાયું છે., જેમાં ભારતમાં બનેલું 400 RPMવાળું તેમજ 2688 હૂકવાળું ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન અને તેની સાથે સુપર હાઇસ્પીડ ટીએફઓ પણ લોન્ચ કરાશે. આ ઉપરાંત વિશ્વનું સૌથી લાંબુ 420 સેન્ટિમીટરનું રેપીયર જેકાર્ડ મશીન આ એક્ઝિબીશન દ્વારા પ્રથમ વખત ભારતમાં લોંચ કરાશે. એક્ઝિબીશનમાં 100 સ્ટોલ છે.
આ કાર્યક્રમમાં ભારતના ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશના, ગુજરાતના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, બાંગ્લાદેશના ડેપ્યુટી હાય કમિશનર હીઝ એકસીલન્સી મિ. ચિરંજીબ સરકાર, ભારત સરકારના ટેકસટાઇલ્સ સેક્રેટરી રચના શાહ, ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નર ડો. રાહુલ ગુપ્તા, ધારાસભ્ય સંદીપ દેસાઇ, સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ અને ભારતના ટેકસટાઇલ કમિશ્નર રૂપ રાશી પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.’
સ્થાનિક ટેક્નિકલ ટેક્સટાઈલને વેગ મળશે
એક્ઝિબીશનમાં વિશ્વનું સૌથી લાંબુ રેપીયર જેકાર્ડ દેશમાં પ્રથમ વખત લોંચ કરાશે. જે 420 સેમી લંબાઈનું છે. અત્યાર સુધી 360 સેમીના મશીન હતાં. આ મશીનમાં એક સાથે 14 ફૂટ પહોળું કાપડ બનાવી શકાશે. જેમાં પડદા, કાર્પેટ સહિત હોમફર્નિશિંગના કાપડ બનાવી શકાય છે. ટેક્નિકલ ટેક્સટાઈલમાં સુરત આગળ વધી રહ્યું છે. > હિમાંશુ બોડાવાલા, ચેમ્બરના પ્રમુખ
અનેક પ્રકારની ટેક્સટાઇલ મશીનરી પણ લોન્ચ કરાશે
ટેકસટાઇલ મશીનરી, એન્સીલરી, એમ્બ્રોઇડરી-બ્રીડીંગ તથા એસેસરીઝ, ટેકનિકલ ટેકસટાઇલ મશીન, પોઝીશન અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીન અને એસેસરીઝ, વિશ્વની શ્રેષ્ઠ એરજેટ, વોટર જેટ, રેપીયર લૂમ્સ, ઈલેક્ટ્રોનિક જેકાર્ડ, વેલવેટ વિવિંગ , સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ, ડિજીટલ પ્રિન્ટીંગ, પ્રિન્ટીંગ ઈન્ક, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન વગેરેપણ લોન્ચ કરાશે. > ભાવેશ ટેલર, ચેમ્બરના મંત્રી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.