વિશ્વનૌ સૌથી મોટો જ્વેલરી મોલ:સુરતમાં 850 કરોડના ખર્ચે 8.50 લાખ સ્ક્વેરફૂટના બાંધકામમાં 850 શો-રૂમ્સનું આયોજન

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • રવિવારે બુર્સ કમિટીની સાઈટ વિઝિટમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ સહિતના 650 ઉદ્યોગકારો પણ જોડાશે

સુરત ડાયમંડ-ટેક્સટાઈલ ઉદ્યોગ બાદ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ નામના મેળવે એ માટેની તૈયારીઓ સ્થાનિક આગેવાનોએ શરૂ કરી છે, જેના ભાગરૂપે શહેરમાં વિશ્વનો સૌથી મોટો જ્વેલરી મોલ નિર્માણ કરાશે. ઈચ્છાપોર જેમ એન્ડ જ્વેલરી પાર્કની 10 લાખ સ્ક્વેરફૂટ જગ્યામાંથી 55 હજાર સ્ક્વેરફૂટ જગ્યામાં આ મોલ તૈયાર કરાશે, જેમાં 8.50 લાખ સ્ક્વેરફૂટ બાંધકામ કરી 850 શોરૂમ્સ બનાવાશે. આ અનોખો મોલ બનાવવા અંદાજે 850 કરોડનો ખર્ચ થશે.

હાલ ગુજરાત ડાયમંડ બુર્સ કમિટી 5 ડિસેમ્બરને રવિવારે સાઈટ વિઝિટ કરશે, જેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ તથા રાજકોટ, અમદાવાદ, વડોદરાના 650 જ્વેલરી ઉદ્યોગકારો પણ જોડાશે. રાજકોટ હાલ જ્વેલરીનું સૌથી મોટું માર્કેટ છે. આ મોલ બન્યા પછી સુરત રાજકોટના જ્વેલરી માર્કેટને પણ ટેકઓવર કરી લેશે એવી ગણતરી છે.

વિશ્વનો સૌથી વધુ GDPવાળો વિસ્તાર બને એવી શક્યતા
આ પટ્ટો એશિયાનો સૌથી વધુ GDP ધરાવે છે, પરંતુ હજીરા, ડાયમંડ બુર્સ, જ્વેલરી પાર્ક અને જ્વેલરી મોલ બન્યા પછી એ વિશ્વનો સૌથી વધારે GDPવાળો વિસ્તાર બની શકે છે. > નાનુ વાનાણી, ગુજરાત હીરા બુર્સના મંત્રી

મોલના શોરૂમ્સ આ રીતે વેચાશે
આ જ્વેલરી મોલનો હજી સ્ક્વેરફૂટ પ્રમાણે ભાવ નક્કી કરાયો નથી, પરંતુ નહીં નફો, નહીં નુકસાનના ધોરણે આ મોલની દુકાનોનું વેચાણ કરાશે. મોલનું નિર્માણ થયા બાદ જે પડતર કિંમત થશે એ શોપ અથવા શો રૂમ્સ ખરીદનાર વ્યક્તિએ ચૂકવવી પડશે.

ગ્રાહકો પાસેથી સૂચનો મેળવાશે
મોલ કેવી રીતે ડિઝાઈન કરવો, ફ્લોરની હાઈટ, લોકરની સાઈઝ-ડિઝાઈન, પેસેજની સાઈઝ વગેરે મુદ્દાઓને ધ્યાનમાં લઈને શ્રેષ્ટ આઉટપુટ મેળવાય તેવું આયોજન છે. જગ્યા જોવા આવનારા 650 લોકો પાસેથી લેખિતમાં સૂચનો મગાવવામાં આવશે.

ઈચ્છાપોર પાર્કમાં 125 યુનિટ થઈ જશે
ઈચ્છાપોર જેમ-જ્વેલરી પાર્કની બાકીની 9.45 લાખ સ્ક્વેરફૂટ જગ્યામાં 025 જેટલી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને હીરા કંપનીઓ હશે. હાલ 18 પૈકી મોટા ભાગની કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર 3 હજાર કરોડથી 17 હજાર કરોડ છે, જ્યારે અન્ય 25 કંપનીનું બાંધકામ પુરજોશમાં છે.

અન્ય સમાચારો પણ છે...