ઉજવણી:​​​​​​​સુરતમાં વિશ્વ સૌથી મોટો 11,111 કુંડી ‘‘વિશ્વ શાંતિ મહાયજ્ઞ'' અને વિશાળ સંત સંમેલ અને ધર્મસભા’’નું આયોજન

સુરત11 દિવસ પહેલા

સુરતમાં વિશ્વ સૌથી મોટો 11,111 કુંડી ‘‘વિશ્વ શાંતિ મહાયજ્ઞ'' અને વિશાળ સંત સંમેલ અને ધર્મસભા’’નું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભવ્ય યજ્ઞ પાછળનો ઉદ્દેશ વિશ્વનું કલ્યાણ, રાષ્ટ્રની રક્ષા, હિન્દુ ધર્મ અને ગૌ માતાની રક્ષા, ભારત ફરી વિશ્વગુરૂ બને તેવા સંકલ્પ સાથે સંત 1008 બટુકમહારાજજી, જયોતિષચાર્ય આદરણીય ર્ડા. હેમંતજી રાવલ અને આદરણીય રાજેદ્ર શાત્રીજી ના સાનિધ્યમાં આ યજ્ઞ અને ધર્મસભા યોજાવવા જઇ રહી છે. આ યજ્ઞમાં ભારતભરમાંથી ધર્મગુરૂઓ અને સધુસંતો ઉપસ્થિત રહે તેવી આશાઓ છે.

પ્રતાપ સિંહ દહીંયાં (વિશ્વ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ મહાયજ્ઞ તારીખ 9 અને 10 જાન્યુઆરી 2022 ના રોજ સુર્યપુત્રીતાપી નદીના કિનારે અટલ આશ્રમમાં પરદેશ્વર મહાદેવ મંદિર, આર.ટી.ઓ., પાલ રોડ ખાતે યોજાશે. આ યજ્ઞમાં વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર વડા પ્રધાન મોદી, રાજ્યના મુખ્ય મંત્રી સહિત અનેક રાજકીય આગેવાનોને આમંત્રિત કરાશે. એક અહુતી અખંડ ભારતના નિર્માણ માટે આ યજ્ઞનું આયોજન કરાયું હોવાનું સંતો એ જણાવ્યું હતું

વધુમાં જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા યજ્ઞ એટલે કે સતયુગ બાદ કલયુગમાં 5 હજાર વર્ષ બાદ થવા જઈ રહ્યો છે. શાસ્ત્રોની વિધિ પ્રમાણે યજ્ઞ કુંડ તૈયાર કરાશે, ત્રણ કલાકના આ યજ્ઞમાં 108 વનસ્પતિઓની આહુતિ અપાશે. તમામ નદીઓનું પાણી એકત્રિત કરી જળાભિષેક કરાશે, કોરોના જેવી બીમારી ભવિષ્યમાં ફરી ન આવે અને અનેક કુદરતી આફતો સામે રક્ષણ મળી રહે એ માટે ભગવાનને પ્રાર્થના કરાશે.

અન્ય સમાચારો પણ છે...