રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ માટે નિરીક્ષણ:તાપી રિવર ફ્રન્ટ માટે 1400 કરોડની લોન આપવા વર્લ્ડ બેન્કની ટીમ સાઈટ વિઝિટ કરવાની સાથે પ્રેજન્ટેશન નિહાળશે

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
વર્લ્ડ બેંકના સભ્યોએ પાલિકાના અધિકારીઓ સાથે મિટીંગ કરી હતી - Divya Bhaskar
વર્લ્ડ બેંકના સભ્યોએ પાલિકાના અધિકારીઓ સાથે મિટીંગ કરી હતી
  • રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના પહેલા તબક્કાના બે હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાંથી 70 ટકા રકમ અપાશે

સુરતના રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત આજથી 14મે સુધી વર્લ્ડ બેંકની ટીમ સુરતની મુલાકાતે આવી છે. તાપી રિવર ફ્રન્ટ માટે 1400 કરોડની લોન આપવા પહેલા સ્થળ મુલાકાત લઇ પ્રેઝન્ટેશન નિહાળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે.
પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે.

70 ટકા લોન લેવાશે
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની માફક સુરત શહેરના તાપી તટ ઉપર રિવરફ્રન્ટ વિકસાવવા માટેનું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ ખૂબ જ વિશાળ પાયે કરવામાં આવનાર હોવાથી તેમાં ખર્ચ પણ ખૂબ મોટો થનાર છે. સુરત મહાનગરપાલિકાના સૌથી મહત્વના એવા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 70 ટકા એટલે કે, 1400 કરોડ રૂપિયાની લોન વર્લ્ડ બેંક પાસે લેવામાં આવશે. વર્લ્ડ બેંક દ્વારા આ લોન આપવા આજથી 6 દિવસ માટે સુરત મહાનગરપાલિકાને મુલાકાતે આવી છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ઉપરાંત સુરત મહાનગરપાલિકાની ફાઈનાન્સિયલ સ્થિતિ અને પાલિકાની આવકના સ્ત્રોત અંગે માહિતી મેળવશે. વર્લ્ડ બેંકની ટીમ સુરત આવવાની હોવાથી મહાનગરપાલિકાએ તેમની સામે પ્રઝેન્ટેશન કરવા માટેની તૈયારી કર્યો હતો. જે આજે વર્લ્ડ બેંકના અધિકારી સામે મૂક્યું હતું.

સાઈટ વિઝિટ પણ કરવામાં આવશે.
સાઈટ વિઝિટ પણ કરવામાં આવશે.

ફર્સ્ટ ફેઝમાં રોકાણ થશે
સુરત શહેર માટે આગામી દિવસોમાં ઘણો જ ઉપયોગી થાય તેવો રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના પહેલા તબક્કાના અંગાજે બે હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાંથી 70 ટકા એટલે કે, 1400 કરોડ રૂપિયાની લોન સુરત મહાનગરપાલિકા વર્લ્ડ બેંક પાસે લેશે. લોન આપવા પહેલા વર્લ્ડ બેંકના 12થી વધુ કન્સલટન્ટની ટીમ સુરતની મુલાકાતે આવી છે. આ પ્રવાસ દરમિયાન વર્લ્ડ બેંકની ટીમ માત્ર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જ નહીં, પરંતુ પાલિકાના અન્ય પ્રોજેક્ટનું પણ પ્રેઝન્ટેશન નિહાળશે. પાલિકાની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટની ફીજીબિલિટીના આધારે ફંડની ફાળવણી માટે ભલામણ કરશે. આ ઉપરાંત આપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટેની સ્થળ મુલાકાત લેવા સાથે પાલિકાના અધિકારીઓ સાથે ગ્રુપ ડિસ્કસન્સ કરશે. અન્ય પ્રોજેક્ટની સાઇટ વિઝીટ પણ રહેશે. પ્રોજેક્ટ પહેલા વર્લ્ડ બેંકની ટીમ ઉંડાણપૂર્વકની ચર્ચા વિચારણા અને પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવશે.

અન્ય સમાચારો પણ છે...