32 હજાર કર્મીની હડતાળ:મજૂરીના ભાવ વધારા મુદ્દે અંજની ઈન્ડસ્ટ્રીઝમાં કામદારોની હડતાળ

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 32 હજાર કર્મીની હડતાળથી 100 એકમો બંધ રહ્યા, કરોડોનું નુકસાન
  • રોજનું 25 લાખ મીટર કાપડનું ઉત્પાદન પણ ઠપ થઈ ગયું

અમરોલી વિસ્તારની અંજની ઈન્ડસ્ટ્રીમાં ઉડિયા ભાષામાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે, ‘ મજૂરીનાં ભાવમાં વધારો જ્યાં સુધી આપે નહીં ત્યાં સુધી અહીં કામ પર આવવું નહીં. જો કામ પર આવશો તો માર પડશે.’ આ પોસ્ટરના ડરના કારણે કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી છે. અંજની ઇન્ડસ્ટ્રીના 100 એકમોમાં રોજના 25 લાખ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. જે હાલ ઠપ છે.

જો આ જ માહોલ આગામી દિવસોમાં રહેશે તો ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું નુકસાન થશે તેવું ઇન્ડસ્ટ્રીના સંચાલકો જણાવી રહ્યાં છે. અંજની ઇન્ડસ્ટ્રીઝમાં દિવાળી બાદ હવે કારખાના શરૂ થઈ રહ્યા છે. તે પહેલાં જ ઉડિયા કારીગરો દ્વારા પોતાની માંગ મુકવામાં આવી છે. અંજની ઇન્ડસ્ટ્રીમાં હાલ અન્ય ઇન્ડસ્ટ્રી કરતા મજૂરીના ભાવમાં 15 થી 25 પૈસા મીટર પર વધારે અપાઈ છે.

છતાં ઉડિયા કારીગરોએ પોસ્ટર મારતા સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. અંદાજે 30 થી 32 હજાર કામદારો રોજીરોટી મેળવે છે. ઉડિયા કામદારોમાંના કેટલાક ઉપદ્રવી તત્વો આ પ્રકારનું વાતાવરણ ઊભું કરે છે. જેના કારણે કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે, પરંતુ કર્મચારીઓ દ્વારા દર વર્ષે આ રીતે હડતાળ પાડવામાં આવતી હોવાથી વિવર્સો પણ ભાવ ન ‌વધારો કરવા માટેનું રટણ કરી રહ્યાં છે.

દર બે વર્ષે માહોલ બગાડવામાં આવે છે
અંજની ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વિજય માંગુકિયાએ કહ્યું કે, હાલ કાપડનું ઉત્પાદન ઠપ્પ છે. કેટલાક કામદારો અહીં સમયાંતરે ઉપદ્રવ કરે છે. દર બે વર્ષે આ પ્રકારના લખાણ લખી માહોલ બગાડવાનો પ્રયાસ થાય છે.

અન્ય સમાચારો પણ છે...