તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:કાપોદ્રામાંથી ભાજપના 35 કાર્યકરો ‘આપ’માં જોડાયા, વોર્ડના હોદ્દેદારોએ પણ રામ રામ કર્યા

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વરાછામાં અગાઉ રાજીનામા પડ્યાં હતા

વરાછામાં ભાજપના કાર્યકરોએ તાજેતરમાં રાજીનામા આપ્યાના સમાચાર બાદ હવે વોર્ડ નં. 4 કાપોદ્રા અને વોર્ડ નં. 5 ફુલપાડા-અશ્વિનીકુમારના હોદ્દેદારો સહિત 35થી વધુ ભાજપના કાર્યકરો ‘આપ’માં જોડાતાં રાજકીય માહોલ ગરમાયો છે.આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આ તમામ કાર્યકરો મંગળવારે આપમાં જોડાયા હતા. પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીના જણાવ્યા મુજબ, વોર્ડ નં. 5ના યુવા મોરચાના મહામંત્રી વિપુલ સખીયા, યુવા મોરચા મંત્રી યાત્રિક કાકડીયા, કારોબારી સભ્ય મેહુલ સિધ્ધપરા આપ પાર્ટીમાં જોડાયા છે.

જ્યારે વોર્ડ નં 4ના યુવા મોરચા ઉપાધ્યક્ષ અને આઇટી કન્વિનર જય લાખણકીયા અને આ જ વોર્ડના યુવા મોરચા મંત્રી પ્રિત લાઠિયાએ પણ ભાજપને રામ રામ કરી દીધા છે. ઉપરાંત વોર્ડ નં 4 અને 5ના 35થી વધુ કાર્યકરોએ આપનો હાથ પકડી લીધો છે.પાલિકાની ચૂંટણીમાં વરાછા વિસ્તારની 27 બેઠક પર આપ પાર્ટીએ કરેલા કબ્જા પછી ભાજપમાં અંદરોઅંદર વિખવાદ ઉભો થયો હોઇ એવું લાગી રહ્યું છે. કાર્યકરોના રાજીનામા પછી હવે સંખ્યાબંધ કાર્યકરોએ ભાજપને રામરામ કરતા તરેહ તરેહની ચર્ચા વહેતી થઇ છે. તાજેતરમાં પાર્ટીએ ચૂંટણીમાં વરાછા વિસ્તારમાં હારેલા વોર્ડમાં મેયર, ડેપ્યુટી મેયર, શાસકપક્ષ નેતા, સ્ટેન્ડીંગ ચેરમેનને જવાબદારી સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...