• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Workers At The Newly built Surat Diamond Bourse Project Protest Again, Disrupting Local Workers Bringing In Workers From Outside

સુરત:નવનિર્મિત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટના મજૂરોએ ફરી હોબાળો મચાવી તોડફોડ કરી, બહારથી મજૂરો લાવતા સ્થાનિક કામદારો વિફર્યા

સુરત2 વર્ષ પહેલા
મજૂરોના હોબાળાને લઈને પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો
  • મેનેજમેન્ટ અને કોન્ટ્રાકટર સામે કારીગરોમાં રોષ
  • ઓફિસ સુરક્ષા કેબીન સહિત અન્ય સામાનમાં તોડફોડ

ખજોદમાં તૈયાર થઈ રહેલા એશિયાના સૌથી મોટા ડાયમંડ બુર્સ ડ્રીમ પ્રોજેકટના મજૂરો આજે ફરી વિફર્યા હતા. વતન જવાની માંગ અને બહારથી મજૂરો લાવવામાં આવતા મજૂરોએ હોબાળો મચાવ્યો હતો. ઓફિસ સુરક્ષા કેબીન સહિત અન્ય સામાનમાં તોડફોડ કરી હતી.

વતન જવાની માંગ પણ કરાઈ

આજે ફરી ડાયમંડ બુર્સના મજૂરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. બહારથી મજૂરો લાવવામાં આવતા સ્થાનિક કામદારો વિફર્યા હતા. મેનેજમેન્ટ અને કોન્ટ્રાકટર સામે રોષે ભરાયેલા મજૂરોએ ઓફિસ સુરક્ષા કેબીન સહિત અન્ય સામાનમાં તોડફોડ તોડફોડ કરી હતી. સાથે સાથે વતન જવાની માંગ પણ કરાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.

પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો

લગભગ 4000 કારીગરો ડાયમંડ બુર્સ પ્રોજેકટમાં કામ કરી રહ્યા છે. ગત 10 એપ્રિલના રોજ ડાયમંડ બૂર્સના મજૂરો દ્વારા પુરતું ભોજન ન મળતું હોવાથી હોબાળો મચાવ્યો હતો. મજૂરોને પોલીસ અધિકારીઓએ સમજાવતા મામલો માડ માંડ થાળે પડ્યો હતો. દરમિયાન ફરી હોબાળો અને તોડફોડ થતા પોલીસનો માટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...