તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ એક કરતૂત:સુરતમાં સગીરાની છેડતી કરનાર ભાજપ કાર્યકર વિશાલ પાટીલે દુષ્કર્મ આચર્યું હોવાનો કિશોરીનો આક્ષેપ

સુરત9 દિવસ પહેલા
પીડિતા પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચી.
  • પ્રેમજાળમાં ફસાવ્યા બાદ બ્લેકમેઈલ કરી શારીરિક શોષણ કર્યું હોવાનો આક્ષેપ

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ગાંધી કુટિર સોસાયટીમાં રહેતા વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલનું વધુ એક કરતૂત બહાર આવી છે. તેની જ સોસાયટીમાં રહેતી કિશોરીએ તેના ઉપર દુષ્કર્મ કરાયાનો આક્ષેપ કર્યો છે. વિશાલ પાટીલે પીડિત કિશોરી સાથે મોબાઈલ ઉપર સંપર્ક કરીને ધીરે ધીરે તેને પ્રેમજાળમાં ફસાવી હતી ત્યારબાદ તેના કેટલાક ફોટા અને વીડિયો થકી બ્લેકમેઈલ કરીને શારીરિક શોષણ કરતો હોવાનો કિશોરીએ આક્ષેપ કર્યો છે.

છેડતીનો ગુનો નોંધાયા બાદ દુષ્કર્મનો આક્ષેપ
વિશાલ પાટીલે તેની સોસાયટીમાં રહેતી સગીરાને ટેરેસ ઉપર લઈ જઈને શારીરિક અડપલા કરવાની ઘટના ગઈકાલે સામે આવી હતી. જે સંદર્ભમાં પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આરોપી વિશાલની સામે આજે ફરીથી અન્ય એક કિશોરી કે જે તેની સોસાયટીમાં રહે છે તેના દ્વારા દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ લગાવવામાં આવતા જેને લઇને ચકચાર મચી ગઇ છે.

આરોપી(સર્કલમાં)એ અગાઉ કિશોરી સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાથી ગુનો નોંધાયેલો છે.
આરોપી(સર્કલમાં)એ અગાઉ કિશોરી સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાથી ગુનો નોંધાયેલો છે.

પોલીસ કમિશનરને રજૂઆત કરી
ભોગ બનનાર કિશોરીએ ઉધના પોલીસ દ્વારા તેમના કહેવા મુજબ ફરિયાદ નોંધી ન હોવાની વાત કરી હતી. આરોપીએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું વારંવાર કહેવા છતાં પોલીસે તે પ્રકારની ફરિયાદ લીધી ન હતી. જેને લઈને આજે ભોગ બનનાર કિશોરીના અને તેના પિતા પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

આરોપીએ ભાજપના કાર્યક્રમોમાં પણ હાજરી આપતો હોય છે.
આરોપીએ ભાજપના કાર્યક્રમોમાં પણ હાજરી આપતો હોય છે.

ભોગ બનનાર કિશોરી આત્મહત્યા કરવાનું કહી રહી છે
ભોગ બનનાર કિશોરીના પિતાનું કહેવું છે કે મારી દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તે માત્ર 17 વર્ષની છે. તેથી વિશાલ પાર્ટી સામે ફરીથી પોક્સો હેઠળ ગુનો દાખલ થવો જોઈએ. ઉધના પોલીસે આરોપી વિશાલ પાટીલના મોબાઈલમાં જે ફોટા અને વીડિયો હતા તે પણ ડિલિટ કરી દીધા હતા. મારી દીકરી હવે આત્મહત્યા કરવાનું કહી રહી છે. અમને ન્યાય મળવો જોઈએ.

પાર્ટીઓના મોટાગજાના નેતાઓ સાથે ફોટા પડાવવાનો શોખીન.
પાર્ટીઓના મોટાગજાના નેતાઓ સાથે ફોટા પડાવવાનો શોખીન.

કિશોરીએ જે મુજબ કહ્યું એ રીતે જ ફરિયાદ નોંધાઈઃ પોલીસ
ઉધના પોલીસ સ્ટેશનના પી.આઇ એમપી પટેલના કહેવા પ્રમાણે કિશોરી દ્વારા જે મુજબ ફરિયાદ આપવામાં આવી હતી. તે જ મુજબની ફરિયાદ લેવામાં આવી છે અને મોબાઈલમાંથી કોઇપણ પ્રકારે ફોટા કે વીડિયો અને કિશોરીના અને વિશાલ પાટીલના ફોટા ડિલિટ કર્યા નથી. ભાજપના કાર્યકર્તા વિશાલ પાટીલે એકલતાનો લાભ લઇને ટેરેસ ઉપર સગીરાને લઈ જઈને તેની સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના ગઇકાલે જ સામે આવી હતી. ત્યારબાદ ફરી એક વખત આક્ષેપ થતા ભારતીય જનતા પાર્ટીનામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.