તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારીગર કળા કરી ગયો:સુરતના વરાછામાં હીરાની ઓફિસમાં નોકરીના પહેલા જ દિવસે 2 કલાકમાં કારીગર 1.75 લાખના હીરા ચોરી ફરાર

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • 31 કેરેટના 722 નંગ કાચા હીરા ચોરી ગયો
  • ટીફીન લઈને આવવાનું કહી નિકળી ગયો

વરાછા માનગઢ ચોક ઠાકોર સોસાયટીમાં સમજુબા પેલેસમાં આવેલ હીરાની ઓફિસમાં કારીગર કળા કરી ગયો હતો. સરીન પ્લાનર તરીકે નોકરી પર લાગેલ કારીગરે નોકરીના પહેલા જ દિવસે બે કલાકમાં જ સરીન પ્લાન કરવા માટે આપેલા રૂપિયા 1.75 લાખની કિંમતના કાચા હીરા ચોરી રફુચક્કર થઈ ગયો હતો.

કારીગરે ચોર યુવકની ઓળખાણ કરાવી હતી
વરાછા હીરાબાગ પુર્વી સોસાયટીમાં રહેતા મૂળ ભાવનગરના શિહોરના વતની વિઠ્ઠલભાઈ આંબાભાઈ મેંદપરા (ઉ.વ.56) હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે. વરાછા માનગઢ ચોક પાસે ઠાકોર સોસાયટીમાં સમજુબા પેલેસમાં પહેલા માળે હિરાની ઓફિસ અને કાપોદ્રા ગાયત્રી સોસાયટીમાં કારખાનું ધરાવે છે. વિઠ્ઠલભાઈની ઓફિસમાં સાત કારીગર છે. વિઠ્ઠલભાઈઓ તેમની ઓફિસમાં સરીન પ્લાનરની જરૂર હોવાથી પ્રશાંત શર્મા નામના કારીગરે જયદિપ રમેશ ભેંસારા (રેહ, જનતાનગર સોસાયટી વરાછા) સાથે ગત તા 19મી ડિસેમ્બરના રોજ ઓળખાણ કરાવી હતી. જયદિપે સરીન પ્લાનર હિરાની ટ્રાય આપી પોતાનું નામ અને નંબર ઓફિસમાં લખાવી ગયો હતો. જયદિપનું કામ વિઠ્ઠલભાઈ અને તેના છોકરાને પસંદ આવતા તેની ગત તા 25મી ડિસેમ્બરથી કામ ઉપર રાખ્યો હતો અને તેને આઠ પેકેટમાંથી 31 કેરેટના હિરા સરીન પ્લાનર કરવા માટે આપ્યા હતા.

અલગ અલગ આઠ હીરાના પેકેટમાંથી હાર ગાયબ
જયદિપ રાત્રે સાડા નેવક વાગ્યે અન્ય કારીગરને આજે મારે પહેલો દિવસથી જેથી મારો ભાઈ ટીફીન આપવા માટે નીચે આવ્યો છે જે ટીફીન લઈને આવું કહી ગયા બાદ પરત આવ્યો ન હતો. જેથી આ અંગે કારીગરે વિઠ્ઠલભાઈને જાણ કરતા તેઓ ઓફિસે આવી ગયા હતા અને તેને સરીન પ્લાનર કરવા આવેલા અલગ અલગ આઠ હીરાના પેકેટોમાં 722 નંગ કાચા 31 કેરેટના હિરાનો માલ પણ ઓફિસમાંથી ગાયબ હતો. જે હીરાની કિંમત રૂપિયા 175000 થાય છે. જયદિપના ઘરે પણ તપાસ કરતા મળી આવ્યો ન હતો. જયદીપ હીરા ચોરી કરી નાસી ગયો હોવાનું બહાર આવતા ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો