મહાપાલિકા હજી સુધી વહીવટી ભવન માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી (પીએમસી) સોંપી શકી નથી! ત્યારે રિંગરોડ સબ જેલ જગ્યા ખાતે નવા વહીવટી ભવન ની કામગીરી પૂર ઝડપે જારી છે. રૂપિયા 1344 કરોડ ખર્ચે 28 માળ ના ટ્વિન ટાવર બનાવાશે, જેમાં એક બિલ્ડિંગમાં અન્ય સરકારી ઓફિસો પણ છે અને દેશમાં સૌથી ઊંચુ સરકારી કચેરી બનશે. અન્ડર ગ્રાઉન્ડ 4400 વાહનો પાર્ક થશે. હેલીપેડ ની સુવિધા રખાશે 1500 કામ અને 2900 સ્કૂટર પાર્કિંગ કેપેસિટી રહેશે. 105.4 મીટર ઉંચાઇ ના બે ટાવર ના ટૅરેસ પર સોલાર પ્લાન્ટ થી ગ્રીન બ્લીડિંગ કન્સેપ્ટ પર વહીવટી ભવન નિર્માણ કરાઇ રહ્યું છે.
આવા જાયન્સ પ્રોજેક્ટ માટે શરૂઆતથી જ પીએમસી સોંપાઇ નથી અને ફાઉન્ડેશન, પાઇલ સાથે બૅઝમેન્ટ માટે ની કામગીરી ધમધોકાર ચાલી રહી છે. પાલિકા સિટી ઇજનેર સેલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હોવાનું કહે છે પરંતુ એજન્સી જ હજી સુધી મળી શકી નથી.સિટી ઈજનેર સેલના જણાવ્યા મુજબ હજુ પીએમસી સોંપાય નથી. અગાઉ મુંબઇ ની એકમાત્ર એજન્સીએ ટેન્ડર ભર્યું હતું, તેથી ટેન્ડર રી-ઇન્વાઇટ કર્યા છે.
પોતાની પાસે સ્ટાફ નથી, નિરીક્ષણ કરવા 17 વર્ષથી કોન્ટ્રાક્ટ જ અપાય છે
પાલિકા ના જાણકાર તજજ્ઞ મુજબ તમામ મોટા પ્રોજેક્ટો માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી નિમણૂંક કરવામાં આવે છે. ઘણાં વર્ષોથી આ પ્રણાલી રહી છે ને પ્રોજેક્ટો પ્રમાણે યોગ્ય પીએમસી રાખવામાં આવે છે. પાલિકા તો નાના પ્રોજેક્ટોમાં પણ કન્સલ્ટન્સી સોંપે છે.
ત્યારે વહીવટી ભવન જેમાં જાયન્ટ અને અતિ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટમાં તો નિયમ પ્રમાણે અગાઉથી જ કન્સલ્ટન્સી સોંપી દેવી જોઈએ. તેથી ફાઉન્ડેશન, પાઇલ સહિતના બેઝમેન્ટ ના કામ અંગે શરૂઆતથી જ કામગીરી અંગેનું મેનેજમેન્ટ રહે.
એજન્સી પોતાના કર્મચારીઓ રોકે છે
પાલિકા પાસે પ્રોજેક્ટના 100 ટકા સુપરવિઝન માટે સ્ટાફ નથી, જેથી મોટા પ્રોજેક્ટમાં પીએમસી અપાય છે. તે પ્રોજેક્ટ પર એજન્સીની સંપૂર્ણ જવાબદારી રહે છે. એજન્સી કર્મચારીઓને રોકીને છેવટ સુધી મોનિટરીંગ કરે છે. પીએમસીનો અમલ 17 વર્ષથી થઈ રહ્યો છે. તેનો હેતુ પ્રોજેક્ટ પર સંપૂર્ણ મોનિટરીંગની જવાબદારી પીએમસીને સોંપવાની છે, તેવું વિજિલન્સ ઓફિસરનું કહેવું છે.
કામની ગુણવત્તા જળવાવવી મુશ્કેલ
પાલિકાએ પીએમસી માટે તૈયારી તો કરી છે પરંતુ કન્સલ્ટન્સી હજી સુધી મળી નથી તેથી પાલિકાના સિટી ઇજનેર સેલ પાસે 24 કલાક શિફ્ટમાં કામગીરી પર મોનિટરીંગ કરવા પૂરતો સ્ટાફ જ નથી. શરૂઆત એજન્સી નહીં નિમાય તો પ્રોજેક્ટ પર 100 ટકા અસર આવી શકે છે. કેમકે કોન્ટ્રાકટર પર જ બધો દારોમદાર રહે છે અને બાંધકામ ક્વોલિટી મેન્ટેઈન થઈ શકે કે કેમ તે પણ પ્રશ્ન ઉદ્ભવી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.