ટેક્સટાઈલ ઉદ્યોગમાં મંદીનો માહોલ:કાપડની માંગ ઘટતાં કામ 30 ટકા ઘટ્યું, રોજની 450ની સામે 250 ટ્રકોનું જ ડિસ્પેચ

સુરત4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસથી શહેરની કાપડ માર્કેટમાં નરમી
  • રમજાન મહિનામાં ખાસ વેપાર થયો નહીં અને લગ્નસરાની સિઝન શરૂ છતાં મોટા ઓર્ડર નહીં

હીરા ઉદ્યોગ બાદ હવે ટેક્સટાઈલ ઉદ્યોગમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લાં 10 દિવસથી કામ 30 ટકા જેટલું ઓછું થઈ ગયું છે. કોરોનાને કારણે છેલ્લાં 2 વર્ષથી સુરતના ટેક્સટાઈલ ઉદ્યૌગને અસર થઈ થઈ છે. ક્યારેક સરકારના લોકડાઉન, મિનિ લોકડાઉનને કારણે અથવા તો ઓર્ડર ઓછા આવવાને કારણે મંદિનો માહોલ જોવા મળે છે.

દિવાળી દરમિયાન ટેક્સટાઈલ ઉદ્યોગમાં તેજીનો ઉછાળો જોવા મળ્યો હતો. ત્યાર બાદ રમજાન અને લગ્ન સિઝનને કારણે ટેક્સટાઈલ પ્રોડક્ટની માંગ વધવાની શક્યતા હતી. પરંતુ વેપારીઓની અપેક્ષા પ્રમાણેનો વેપાર થયો ન હતો. બીજી તરફ છેલ્લાં 10 દિવસથી ટેક્ષટાઈલ માર્કેટમાં મંદિનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કામ 30 ટકા ઓછું થઈ ગયું છે.

સિઝન એકંદર ખરાબ રહી
ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથ શારડા કહે છે કે, ‘રમજાનમાં વેપારીઓને સારા એવા ઓર્ડર મળશે એવું હતું પરંતુ ખાસ ઓર્ડર મળ્યા નથી. બીજી તરફ લગ્ન સિઝન શરૂ થઈ હતી તેમાં પણ ખૂબ જ ઓછા ઓર્ડર મળ્યા છે. હાલ ઉદ્યોગમાં 30 ટકા જેટલું કામ ઓછું થઈ ગયું છે.’

દેશભરમાં માંગમાં ઘટાડો
ટેક્સટાઈલ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ યુવરાજ દેશલે કહે છે કે, ‘હાલ માર્કેટમાંથી ડિમાન્ડ ઘટી છે. સિઝનમાં દેશભરના શહેરો મળીને સુરતમાંથી 450 જેટલી ટ્રકોમાં ટેક્સટાઈલ પ્રોડક્ટ જતી હોય છે પરંતુ હાલ 250થી 300 જેટલી ટ્રકમાં જ માલ જઈ રહ્યો છે.’

અન્ય સમાચારો પણ છે...