• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Women Warriors Of Surat Laboratory Work Without Any Leave For One And A Half Years, 12 Hours Duty Daily; So Far, Poona Has Done Three Lakh Covid Tests

મહિલા સશક્તીકરણની પ્રયોગશાળા!:સુરતની લેબોરેટરીની મહિલા વૉરિયર્સ - સવા વર્ષ એકપણ રજા વિના કામ, રોજ 12 કલાક ડ્યૂટી; અત્યાર સુધી પોણા ત્રણ લાખ કોવિડ ટેસ્ટ કર્યા

સુરત4 મહિનો પહેલાલેખક: ખ્યાતિ માણિક
  • કૉપી લિંક

કોરોનામાં જયારે ડોકટર્સ, નર્સ, પોલીસ તેમજ અન્ય કોરોના વોરિયર્સે પોતાની ભૂમિકા ભજવી છે તેમ કોરોના ટેસ્ટિંગ માટે કામ કરતી લેબોરેટરી જેવી જગ્યામાં કામ કરતા ડોકટર્સ સહિત દરેકે પણ કોરોના વોરિયર્સ તરીકેનું કામ કર્યું છે. સુરતની ગવર્મેન્ટ કોલેજના માયક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટની લેબોરેટરીમાં 90 ટકા મહિલાઓ કામ કરી રહી છે.

લેબોરેટરીમાં કુલ 90 જેટલા કર્મચારી છે. જેમાંથી મહિલા કર્મચારીની સંખ્યા 82 છે. જેમાં ડોકટર્સ, ટેક્નિશયન, ડેટા એન્ટ્રી ઓપરેટર, મહિલા કામદાર દરેક મહિલાઓ જ છે. સવા વર્ષથી આ મહિલાઓ જ લેબોરેટરી સંભાળી રહ્યાં છે. કોવિડના બંને વેવમાં સતત 12 કલાક ડયુટી કરીને કોરોના ટેસ્ટિંગ કર્યું હતું. આ લેબોરેટરીમાં માર્ચ, 2020થી અત્યાર સુધી 2.75 લાખ કોવિડ ટેસ્ટ થઈ ચૂક્યા છે. કોવિડના બીજા વેવના પીક સમયમાં 3000 જેટલા આરટીપીસીઆર ટેસ્ટ થતા હતા. હજી પણ 24 કલાકમાં 1000 જેટલા ટેસ્ટિંગ થાય છે. જયારે પહેલા વેવમાં 1.39 લાખ જેટલા ટેસ્ટ થયા હતા.

એક તબક્કે રોજ 5 હજાર ટેસ્ટ પણ થતાં
જ્યાં સુધી વધુ સેમ્પલ્સ ન આવી જાય ત્યાં સુધી લેબોરેટરી બંધ કરતા નહોતા. રાત્રે ટેસ્ટિંગ કરીને સવારે તો રિપોર્ટ આપી દેતા હતા. એક દિવસમાં 5000 જેટલા ટેસ્ટિંગ પણ કર્યા છે. સ્ટાફ ઓછા હતા અને કામ વધારે હતું. છતા દરેક મહિલા કર્મચારીએ પોતાના પરિવારનું વિચાર્યા વગર અને સમયને જોયા વગર એક ટીમ તરીકે રહી કોરોના વોરિયર્સનું કામ કર્યું છે. - માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડો. સુમૈયા મુલન

‘ઇન્ફેક્શન લાગે નહીં એ માટે બેબીને ફિડિંગ બંધ કરાવ્યું હતું’
આ લેબમાં કામ કરતાં યોગીતા મિસ્ત્રીએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘જયારે કોવિડમાં મારી ડ્યૂટી શરૂ થઈ ત્યારે મારું બાળક સવા વર્ષનું જ હતું. ડયુટીના કારણે મારે તેને દૂર રાખવાનું હતું. તેથી તેને ઈન્ફેકશન ન લાગે તે માટે મેં બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું બંધ કરી દીધું હતું. અને ડયુટી આવવાની હતી એ પહેલા જ બાળક મારાથી દૂર રહે તે રીતે તેને ટ્રેન કરવાનું શરૂ કરી દીધું હતું. છતાં મને ખૂબ ડર રહેતો કે મારા કારણે મારા બાળકને ઈન્ફેકશન લાગી ન જાય. મારી સતત 12 કલાકની ડ્યૂટી રહેતી હતી. ફરજ અને પરિવાર મોરચે આ‌વો સંઘર્ષ માત્ર મેં એકલીએ નહીં પણ સ્ટાફની દરેક મહિલાએ કર્યો છે. પણ ટીમની દરેક મહિલાઓ વચ્ચેના સહકાર અને પરિવારે આપેલા સપોર્ટના કારણે જ અમે સફળતાપૂર્વક અમારી ફરજ નિભાવી શક્યાં છીએ.’

ફરજ દરમિયાન સંક્રમિત પણ થયાં
દરેક મહિલાઓ એકપણ રજા લીધા વગર સતત સવા વર્ષથી લેબોરેટરીમાં કામ કરી છે. કેટલીક મહિલાઓને ઓન ડયુટી કોવિડનું સંક્રમણ થયું હતું. જેઓ 14 દિવસનો ક્વોરોન્ટાઈન સમય પૂરો કર્યા પછી તરત ડયુટી પર હાજર થઈ ગયા હતા. ઘણી મહિલાઓના નાના બાળકો પણ છે તેમજ ઘરમાં વૃદ્ધ વ્યક્તિ રહે છે. એવી પણ મહિલા છે જેમનું બાળક 1 થી 2 વર્ષનું હોય.

અન્ય સમાચારો પણ છે...