તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૂટણખાનાનો પર્દાફાશ:સુરતમાં થાઇ મસાજ સેન્ટરના નામે ધમધમતા ફૂટણખાનામાંથી 4 યુવતી મુક્ત, મહિલા સંચાલિકા સહિત બેની ધરપકડ

સુરત17 દિવસ પહેલા
ચાર મહિલાઓ પાસે દેહવિક્રય કરાવાતું હતું.
  • દેહ વેપાર માટે દુકાન ભાડે આપનાર દુકાન માલિક મહિલાને વોન્ટેડ જાહેર કરાઇ

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા નાથુ ટાવરમાં ગ્લોરિયસ થાઇ મસાજ સેન્ટરના નામે ધમધમતા ફૂટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિક સેલની ટીમે રેડ કરતા ભાગદોડ મચી ગઇ હતી. ગુરુવારની મોડી સાંજે પડેલી રેડમાં ચાર યુવતીઓ દેહ વેપાર કરતી મળી આવતાં તેમને મુક્ત કરી મહિલા સંચાલિકા સહિત બેની ધરપકડ કરી હતી.

યુવતીઓને ક્યાંથી લવાઈ રહી હોવા અંગે તપાસ હાથ ધરાઇ
એન્ટિ હ્યુમન ટ્રાફિક સેલના ઇન્સ્પેક્ટર જી.એ. પટેલે જણાવ્યું હતું કે, બાતમીના આધારે ગુરુવારે સાંજે ઉધના જીવનજ્યોત સામે આવેલા નાથુ ટાવરમાં આવેલા સ્પામાં રેડ કરાઈ હતી. ગ્લોરિયસ સ્પાની આડમાં તેની મહિલા સંચાલિકા અનિતા શિદે લલનાઓ પાસે દેહ વેપાર કરાવતી હોવાની માહિતીને પગલે કાર્યવાહી કરાઇ છે. અહીંથી ચાર યુવતીઓ દેહવિક્રય કરતી મળી આવતાં પોલીસે તેમને મુક્ત કરી સંચાલિકા અનિતા શિંદે અને નવસારી વિજરપોરનાં પ્રવીણ રાજુ પાટીલની ધરપકડ કરી હતી. એટલું જ નહીં પણ દેહ વેપાર માટે યુવતીઓને ક્યાંથી લવાઈ રહી હોવાની માહિતી બાબતે તપાસ શરૂ કરાઇ છે. સ્પાની આડમાં દેહ વેપાર માટે દુકાન ભાડે આપનાર દુકાન માલિક વંદનાબેન બાબુ બાગુલને વોન્ટેડ જાહેર કરાઇ છે.

નવસારીના યુવક અને એક મહિલાની ધરપકડ.
નવસારીના યુવક અને એક મહિલાની ધરપકડ.

મહિલા સંચાલિકાના મોબાઈલમાંથી અનેક નંબરો મળ્યા
વધુમાં જણાવ્યું હતું કે સંચાલિકાની તપાસ દરમિયાન 3 મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. મોબાઇલની તપાસમાં અનેક નંબરો મળી આવ્યા છે જે દેહ વેપારના અનેક ધંધાદારીઓની પોલ ખોલી શકે એવી શક્યતાઓ દેખાય રહી છે. એટલું જ નહીં પણ મોબાઈલ અને રોકડ મળી 18 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરાઈ છે.