તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધનતેરસના દિવસે કાળું નાણું લેવામાં સુરતના પાલનપોર અને અડાજણ ગામની તલાટી હિરલ ધોળકીયા અને વચેટીયો 1 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. પેઢીનામુ બનાવવા માટે 1 હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં રંગેહાથે પકડાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, તલાટીનો મહિના પગાર 19750 છે. એસીબીની ટ્રેપમાં પકડાયા બાદ તપાસ કરતા મહિલા તલાટીના ટેબરના ડ્રોવર અને ખુરશીની ગાદીમાંથી રોકડા 96 હજાર પણ મળી આવ્યા હતા.
ઘટના શું હતી?
અડાજણના દાળીયા સ્કૂલની બાજુમાં સિટી તલાટીની ઓફિસમાં એસીબીની ટીમે શુક્રવારે ધનતેરસના દિવસે ટ્રેપ ગોઠવી 1 હજારની લાંચ લેતા તલાટી હિરલ નવીનચંદ્ન ધોળકીયા(ઉ.વ.32) (રહે.હરિકુંજ-2, નાના વરાછા) અને વચેટિયો કાંતિ ગોવિંદ પટેલ (રહે.માસ્તર ફળિયું, જૂનાગામ) રંગેહાથે પકડાયા હતા. તલાટીને નોકરીના 4 વર્ષ થયા છે. નિયમ પ્રમાણે સરકારી ઓફિસમાં બેસીને પ્રાઇવેટ વ્યક્તિ કામ કરી શકતો ન હોય છતાં પકડાયેલો વચેટિયો કાંતિ પટેલ છેલ્લા 20 વર્ષથી તલાટીની ઓફિસમાં પેઢીનામું, આવકનો દાખલો સહિતના કામો કરી બેનંબરી કમાણી કરતો હતો. તલાટીને 5 વર્ષ સુધી ફિક્સ પગાર 19,750 હતો.
અડાજણની વિધવાના પુત્ર પાસે 1500ની લાંચ માંગી
વિધવાનું અડાજણમાં મકાન છે અને તે મકાન નામે કરવા પેઢીનામું બનાવવાનું હતું. પેઢીનામું બનાવવા માટે વિધવાનો દીકરો ગયો ત્યારે વચેટિયા કાંતિ પટેલે લાંચ માંગી હતી. માંડ પેટીયું રળીને ખાતા હોય અને તેમાં પણ 1500ની લાંચ માંગતા રકઝક બાદ 1 હજાર આપવાનું નક્કી કર્યું હતું.
ACBએ સર્ચ કરતા સંતાડેલા રૂપિયા પણ મળ્યા
મૂળ અમરેલી જિલ્લાના ભાવનગરની વતની અને નાના વરાછા ખાતે રહેતી તલાટી હિરલ ધોળકીયા એક હજાર રૂપિયાની લાંચ પકડાયા પછી એસીબીએ ઓફિસમાં સર્ચ કર્યું હતું. જેમાં ટેબલના ડ્રોઅર તેમજ ટેબલની નીચે ઉપરાંત ખુરશીની ગાદીમાં સંતાડેલી નવી ચલણી નોટોમાં 2 હજાર, 500 અને 100ના દરના કુલ રૂપિયા 96 હજાર મળી આવ્યા હતા. દિવાળી ટાણે તલાટીને 96 હજારની રકમ કોણે આપી તે બાબતે એસીબી તપાસ કરી રહી છે. એસીબીની એક ટીમ તલાટી હિરલના ઘરે અને બીજી ટીમ કાંતિ પટેલના ઘરે સર્ચ કરી રહી છે.
સાહેબ બહુ સારુ કર્યુ, આ બંને કોઈને છોડતા ન હતા
એસીબીએ તલાટીને લાંચ લેતા પકડી પછી કેટલાક લોકો એસીબીના સ્ટાફ પાસે આવી કહ્યું સાહેબ બહુ સારુ કર્યુ કેમ કે આ લોકો કોઈને છોડતા ન હતા. પેઢીનામુ બનાવવા તમામ કાગળો હોય છતાં વચેટીયાઓ 2 હજારની માંગ કરતા અને કોઈ રૂપિયા ન આપે તો તલાટી ધક્કા ખવડાવતા હતા.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.