તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મહિલા PSIને બિભત્સ મેસેજ કરનાર મધ્યપ્રદેશથી ઝડપાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી હરિવંશ - Divya Bhaskar
આરોપી હરિવંશ
  • PSI આરોપીના દહેજ કેસની તપાસ કરતા હતા

દહેજની ફરિયાદની તપાસ કરતી મહિલા પીએસઆઈને દહેજના ગુનાના આરોપી પતિએ ઉત્તર પ્રદેશથી ફોન પર ધમકી આપી બિભત્સ મેસેજ કરતા PSIએ ડિંડોલી પોલીસમાં આરોપી વિરુદ્ધ આઈટી એક્ટ અને સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી. એક મહિનાની તપાસ બાદ આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરાઈ છે.

જૂન-2019માં ડિંડોલી પોલીસમાં કંચન ઉપાધ્યાયે પતિ હરીવંશ (રહે. હાલ હેરિટેજ વિલ્સ, થાણે, મૂળ. પુરાલા ગામ, જૌનપુર, ઉત્તરપ્રદેશ) અને સાસરિયાઓ વિરુદ્ધ દહેજને લગતી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની તપાસ પીએસઆઈ પારૂલબેન મેર કરી રહ્યા હતા. પીએસઆઈએ જૌનપુર ગયા હતા પણ હરીવંશ ત્યાં ન હતો. તેને ખબર પડી કે તેના માતા-પિતાની ધરપકડ થઈ છે. જેથી તેણે પીએસઆઈનો નંબર મેળવી ‘મૈં તેરી લાઈફ બરબાદ કર દુંગા’ જેવી ધમકી આપી બિભત્સ મેસેજ કર્યા હતા. આરોપીએ અન્ય નંબર પરથી પીએસઆઈને અવાર-નવાર હેરાન કરતો હતો.

અધિકારીઓને પણ મેસેજથી ધમકી આપી
આરોપી હરીવંશે PSI મેર ઉપરાંત ઉચ્ચ અધિકારીઓને પણ સોશિયલ પ્લેટફોર્મ પર મેસેજ કરીને ધમકી આપી હતી. મેસેજમાં લખ્યું હતું કે, તેના વિરુદ્ધ બોગસ ફરિયાદ નોંધાઈ છે. તમામને સસ્પેન્ડ કરાવી દેશે.

અન્ય સમાચારો પણ છે...