તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સુરતના ડભોલીમાં દારૂની હેરાફેરી કરતા ખેપિયાઓએ મહિલા પોલીસકર્મી પર રિક્ષા ચડાવી દીધી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અનિલ યાદવ, મુન્ના શાહુ અને રાકેશ સોરસિયા સામે ગુનો દાખલ
  • પોલીસે હત્યાના પ્રયાસની સાથે દારૂનો અલગથી ગુનો દાખલ કર્યો

શહેરના ડભોલી બ્રિજ ચાર રસ્તા ઉપર રાત્રે રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા ખેપિયાઓએ લાકડી અને ટોર્ચથી રિક્ષા ઊભી રાખવાનો ઈશારો કરનાર મહિલા એએસઆઈ અને એલઆરને જાનથી મારી નાખવાના ઈરાદે રિક્ષા તેમના ઉપર ચડાવી ભાગી ગયા હતા. બંને મહિલા પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી. પોલીસે ત્રણ બૂટલેગર સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો, સાથે દારૂનો પણ અલગથી ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

દેશી દારૂ હોય અને એની હેરાફેરી કરતા હોવાથી રિક્ષા ઊભી ન રાખી
સિંગણપોર પોલીસના જણાવ્યા મુજબ, એએસઆઈ અનિલાબેન મોહનભાઈ અને લોકરક્ષક સાધનાબેન ચંદભાઈ દાફડા રાત્રે નવેક ડભોલી બ્રિજ ચાર રસ્તા પાસે ફરજ બજાવતાં હતાં. દરમિયાન અનિલાબેને શંકાને આધારે પૂરઝડપે જતી રિક્ષાને લાકડી અને ટોર્ચનો ઈશારો કરી ઊભી રાખવા કહ્યું હતું. જોકે રિક્ષાચાલક અને પાછળ બેસેલા તેના બે સાગરીતો પાસે દેશી દારૂ હોય અને તેની હેરાફેરી કરતા હોવાથી રિક્ષા ઊભી ન રાખી હતી.

ત્રણ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
અનિલાબેન અને સાધનાબેનને જાનથી મારી નાખવાના ઈરાદે તેમના ઉપર રિક્ષા ચડાવી નાસી ગયા હતા, જેમાં અનિલાબેનને શરીરના ભાગે મૂઢ ઈજાઓ અને સાધનાબેનને માથામાં ઇજા પહોંચી હતી. પોલીસે અનિલ યાદવ, મુન્ના શાહુ અને રાકેશ સોરસિયા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. આ ઉપરાંત દારૂનો અલગથી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો