તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat New Woman Mayor Say No Mask No Fine, Within 24 Hours Of Her Statement Police Commissioner Said no Mask Will Be Fined

માસ્કની માથાકૂટ:નવા મહિલા મેયરે આખા સુરતને ચકડોળે ચડાવ્યું, માસ્કના દંડમાંથી મુક્તિ આપવાના નિવેદનના 24 કલાકમાં પોલીસ કમિશનરે કહ્યું- માસ્કનો દંડ તો થશે જ

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
મેયર હેમાલી બોધાવાલાએ માસ્ક ન પહેરનારને દંડ નહીં માસ્ક અપાશેની જાહેરાત કરવામાં આવી હતી. - Divya Bhaskar
મેયર હેમાલી બોધાવાલાએ માસ્ક ન પહેરનારને દંડ નહીં માસ્ક અપાશેની જાહેરાત કરવામાં આવી હતી.
  • મેયર હેમાલી બોઘાવાલાના માસ્કના દંડમાંથી મુક્તિના નિવેદનની શહેરભરમાં ભારે ટીકા થઇ

કોરોના સંક્રમણ અટકાવવા માટે કેન્દ્ર સરકારે કેટલાક મહત્વના સૂચનો કર્યા હતા જેમાં સૌથી અગત્યના માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ છે. કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક અચૂક પહેરવા કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું હતું. પરંતુ સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી માસ્કને લઈને થતા વિરોધાભાસી નિવેદનોથી સુરતીઓની મૂંઝવણ વધી હતી. માસ્ક પ્રકરણમાં સૌથી જવાબદાર વ્યક્તિ સુરતના મેયર છે. નવનિયુક્ત મેયર હેમાલી બોઘાવાલાના નિવેદનોથી સમગ્ર શહેર માસ્કના નિયમ લઈને ચકડોળે ચઢી ગયું હતું. હેમાલી બોઘાવાલા મ્યુનિસિપલ કમિશનર કે ભાજપના સિનિયર નેતાઓ સાથે ચર્ચા કર્યા વગર માસ્કના દંડથી મુક્તિ આપવાની વાતો કરીને પોતાની અપરિપક્વ માનસિકતા છતી કરી હતી. મેયર હેમાલી બોઘાવાલા ના આ નિવેદનની શહેરભરમાં ભારે ટીકા થઇ રહી છે. જ્યારે પોલીસ કમિશનરે મેયરના નિવેદનના 24 કલાકમાં જ સ્પષ્ટતા કરી હતી કે, માસ્કનો દંડ તો થશે જ.

મેયરના નિવેદનથી પાલિકા કમિશનર પર આશ્વર્યમાં મૂકાયા
હેમાલી બોઘાવાલાના નિવેદનોને કારણે છેલ્લા બે દિવસથી સમગ્ર શહેરમાં માસ્કના દંડ લઈને અસમંજસની સ્થિતિ જોવા મળી હતી. એક તરફ કોર્પોરેશનના કમિશનરને પણ મેયરે માસ્કને લઈને જે નિવેદન આપ્યું હતું તેની જાણ નહોતી. તેઓ પોતે પણ આશ્ચર્યમાં મૂકાયા હતા કે મેયર હેમાલી બોઘાવાલાએ આ પ્રકારનું ગેરવ્યાજબી નિવેદન શા માટે કર્યું છે.

કોર્પોરેશનના કમિશનરને પણ મેયરે માસ્કને લઈને જે નિવેદન આપ્યું હતું તેની જાણ નહોતી.
કોર્પોરેશનના કમિશનરને પણ મેયરે માસ્કને લઈને જે નિવેદન આપ્યું હતું તેની જાણ નહોતી.

પાટીલે પણ પોલીસને લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી
સુરતમાં માસ્કને લઈને દંડ ઉઘરાવાતા હોવાથી લોકોને ભારે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. તેને લઇને સ્થાનિક ધારાસભ્ય દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે લોકો માસ્કના દંડ અને લઈને કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ સાથે સતત ઘર્ષણમાં આવી રહ્યા છે. ત્યારે કોઈ અન્ય માર્ગ કાઢીને આ ઘર્ષણ ઓછું થાય તેવો પ્રયાસ કરવો ખૂબ જરૂરી છે. સી.આર.પાટીલ દ્વારા લોકોમાં માસ્ક પહેરવાને લઇને વધુ જાગૃતિ આવે અને લોકોને દંડને લઈને વધુ સખ્તાઇ પૂર્વક વસૂલાત ન કરવામાં આવે તેવી વાત કરવામાં આવી હતી. માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી રૂપિયા એક હજાર જેટલો મસમોટો દંડ લેવાતો હોવાથી સ્વાભાવિક રીતે જ લોકોમાં રોષ વધુ ફેલાયો હતો. એવા સંજોગોમાં સી.આર.પાટીલે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને પોલીસ વિભાગને લોકોમાં જાગૃતિ આવે તેઓ પ્રયાસ વધુ કરવા અપીલ કરી હતી.

મેયર પદની ગરિમા જાળવીને લોકો ગેરમાર્ગે ન દોરાય તે પ્રકારના નિવેદનો આપવા જોઈએ એવી લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી.
મેયર પદની ગરિમા જાળવીને લોકો ગેરમાર્ગે ન દોરાય તે પ્રકારના નિવેદનો આપવા જોઈએ એવી લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી.

મેયરે ચર્ચા કર્યા વિના નિવેદન આપ્યાની ચર્ચાઓ
મેયર હેમાલી બોઘાવાલાએ કોર્પોરેશનના કમિશનર કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કે અન્ય કોઈ સિનિયર નેતા સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર લોકોમાં વાહવાહી લૂંટવા માટે આ માસ્કને લઈને ખોટા નિવેદનો આપી દીધા હતા. કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ નિર્માણ થઇ છે. હેમાલી બોઘાવાલા પોતાના પદની ગરિમા જાળવીને લોકો ગેરમાર્ગે ન દોરાય તે પ્રકારના નિવેદનો આપવા જોઈએ એવી લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી. હેમાલી બોઘાવાલાના બાલીશ નિવેદનથી ભાજપના સત્તાધીશો હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઇ ગયા છે.

પોલીસ કમિશનરે કહ્યું- જાહેર સ્થળો પર માસ્ક વગર કોઈપણ વ્યક્તિ પકડાશે તો દંડ થશે જ.
પોલીસ કમિશનરે કહ્યું- જાહેર સ્થળો પર માસ્ક વગર કોઈપણ વ્યક્તિ પકડાશે તો દંડ થશે જ.