અકસ્માત:સરથાણામાં વોક પર નીકળેલી મહિલાનું બાઈક અડફેટે મોત

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અકસ્માત બાદ બાઈકચાલક નાસી ગયો

સરથાણામાં મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાને અજાણ્યા બાઇક ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું હતું. મહિલાના પતિ આ અંગે બાઈકચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઇ ગામના વતની અને સરથાણા મહારાજા ફાર્મની સામે માનસરોવર સોસાયટીમાં રહેતા કિશોરભાઈ રવજીભાઈ કાપડીયા એક્સપોર્ટની ઓફિસમાં નોકરી કરે છે.

તેમના પત્ની ગીતાબેન(39) ગત 5 જાન્યુઆરીના રોજ તેમના નિત્યક્રમ મુજબ વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. તેઓ સરથાણા વનમાળી જંકશન સેલ પેટ્રોલ પંપની સામેથી પસાર થતા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા બાઇક ચાલકે તેમને અડફેટમાં લીધા હતા અને નાસી છૂટયો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા ગીતાબેનને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જ્યાંથી વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મંગળવારે રાત્રે તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મહિલાના પતિ કિશોરભાઈ અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે ગુનો દાખલ કરીને ફરાર ચાલકને પકડી પાડવા માટે ગતિમાન ચક્રો હાથ ધર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...