મોત:સુરતથી રવાના ટ્રેનમાં મહિલાનું મોત

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતથી નીકળેલી  શ્રમિક ટ્રેનમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. ટ્રેન જ્યારે સાસારામ સ્ટેશન પહોંચી ત્યારે મહિલાએ પોતાના પતિને જમવાની ઈચ્છા વ્યક્ત કરતા પતિ જમવાનું લાવ્યો હતો. જો કે ત્યાર બાદ થોડી જ વારમાં મહિલા ધ્રુજવા લાગી હતી અને મોતને ભેટી હતી.જોકે મહિલાનો પતિ નિ:સહાય હોવાથી કશું જ કરી શક્યો ન હતો.

મહિલાના પતિએ ઓળખ જાહેર કરવાની ના કહી હતી અને ફક્ત એટલું જ જણાવ્યું હતું કે, તેઓ ઓબરા પ્રખંડના ગોરી ગામમાં રહે છે અને પરિવાર સાથે સુરતમાં રોજીરોટી રળતા હતા. ઉલ્લેખનીય છે કે સુરતથી નીકળેલી શ્રમિક ટ્રેનમાં જ પ્રસૂતિના 2 બનાવો પણ બની ચુક્યા છે જ્યારે તબિયત બગાડવાના અનેક કિસ્સા સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...