અકસ્માત:પાંડેસરામાં સાડી મોપેડમાં ફસાયા બાદ નીચે પટકાતાં મહિલાનું મોત

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાંડેસરામાં મોપેડમાં સાડીનો છેડો ભેરવાઈ ગયા બાદ મોપેડનું સંતુલન ખોરવાઈ જતા પટકાયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાંડેસરા કૈલાસ નગર પાસે ગીતા નગર ખાતે રહેતા કુસુમબેન અમીતાભસિંહ પટેલ(45)ના પતિ બીમાર હોવાથી કોઈ કામધંધો કરી શકતા ન હતા. જેથી કુસુમબેન ઘર નજીક પાનનો ગલ્લો ચલાવતા હતા તેમજ તેમનો પુત્ર જરીના કારખાનામાં કામ કરે છે. ગત તા.27મીએ તેઓ પુત્ર રાજન સાથે મોપેડ પર બેસીને સામાન ખરીદવા તેમજ સંબંધીને ત્યાં જવા માટે નીકળ્યા હતા. તેઓ તેમના ઘરેથી મારૂતી નગર તરફ જતા હતા.

ત્યારે અચાનક તેમનો સાડીનો છેડો મોપેડમાં ભેરવાઈ જતા તેમના પુત્ર રાજને મોપેડ પરથી સંતુલન ગુમાવી દીધું હતુ અને મોપેડ સ્લીપ થતા કુસુમબેન પટકાયા હતા અને ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન શનિવારે રાત્રે કુસુમબેનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...