તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:સુરતના ભેસ્તાનમાં ડિવોર્સના 8 દિવસ બાદ મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, બે વર્ષ પહેલા પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
આપઘાત કરનાર મહિલા(ફાઈલ તસવીર) છેલ્લા ત્રણ વર્ષથી પતિથી અલગ રહેતી હતી. - Divya Bhaskar
આપઘાત કરનાર મહિલા(ફાઈલ તસવીર) છેલ્લા ત્રણ વર્ષથી પતિથી અલગ રહેતી હતી.
  • પરિવારને દીકરી પંખે લટકતી હાલતમાં મળી આવી

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ડિવોર્સના 8 દિવસ બાદ એક મહિલાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. આપઘાત કરનાર મહિલા શીતલ છેલ્લા ત્રણ વર્ષથી પતિથી અલગ સુરત રહેતી હતી. પિયર નજીક પોતાના ઘરમાં રહેતી દીકરીએ ફોન ન ઉપાડતા દોડી ગયેલા પરિવારને દીકરી પંખે લટકતી મળી આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ત્રણ વર્ષથી પતિથી દૂર રહેતી શીતલે બે વર્ષ પહેલાં તાપીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાધો
ચેતન પાટીલ (મૃતક શીતલનો ભાઈ)એ જણાવ્યું હતું કેસ બહેન શીતલના લગ્ન 15 વર્ષ પહેલાં આનંદ નામના યુવાન સાથે થયા હતા. આનંદ હરિયાણાના પાનીપતમાં ઇલેક્ટ્રિક ઈજનેર તરીકે કામ કરતા હતા. 3 વર્ષ પહેલાં બહેન-બનેવી વચ્ચે થયેલા ઝઘડા બાદ શીતલ સુરત આવી ગઈ હતી અને એકલવાયું જીવન જીવતી હતી. સોમવારના રોજ માતાએ દીકરી શીતલને ફોન કર્યો હતો. ફોન ન ઉપાડતા તેઓ બહેનના ઘરે ગયા હતા. જ્યાં શીતલ પંખા સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

છૂટાછેડા બાદ માનસિક તણાવમાં પગલું ભર્યું
વધુમાં જણાવ્યું હતું કે બહેન-બનેવી વચ્ચેના ઝઘડાનું કારણ મિલકત હતી. બહેને એક ગાળા ટાઈપ મકાન બનેવીની ઈચ્છા વિરુદ્ધ વેચી કાઢ્યું હતું. જને લઈ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. એટલું જ નહીં પણ ત્રણ વર્ષથી પતિથી દૂર રહેતી શીતલે બે વર્ષ પહેલાં તાપીમાં ઝંપલાવી આપઘાત કરવાના ઇરાદે ઘરેથી નીકળી બ્રિજ ઉપર ચઢી ગઈ હતી. જોકે એ સમય એ રાહદારીઓએ બચાવી લીધી હતી. શીતલના 8 દિવસ પહેલા જ છૂટાછેડા થયા હતા. ત્યારથી શીતલ માનસિક તણાવમાં રહેતી હતી. હાલ પોલીસે આગળની ટોઆસ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો