તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતથી રહસ્ય:સુરતના મોરથાણ ગામે કોરોના રસી મૂકાવ્યા બાદ 24 કલાકમાં વૃદ્ધ મહિલાનું મોત, તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વૃદ્ધાના મૃતદેહને સુરત સિવિલ પોસ્ટમોર્ટમ માટે લાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. - Divya Bhaskar
વૃદ્ધાના મૃતદેહને સુરત સિવિલ પોસ્ટમોર્ટમ માટે લાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
  • મોરથાણ ગામમાં યોજાયેલા કેમ્પમાં વૃદ્ધાએ રસી મૂકાવી હતી

કામરેજના મોરથાણ ગામમાં કોરોનાની રસી લીધા બાદ 24 કલાક બાદ વૃદ્ધાનું મોત થતા તંત્ર દોડતું થઈ ગયું છે. વૃદ્ધાના મોતનું સાચું કારણ જાણવા મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલમાં લવાયો છે. મંગળવારના રોજ મોરથાણાં પ્રાથમિક શાળામાં આયોજિત કેમ્પમાં ગામના 100થી વધુ શ્રમજીવીઓએ કોરોના સામે રક્ષણ આપતી રસી લીધી હતી. બાદમાં વૃદ્ધાનું મોત થતાં તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે તપાસ આદરી
રાકેશભાઈ (મૃતક રમીલાબેનના જમાઈ)એ જણાવ્યું હતું કે, રમીલાબેનને સંતાનમાં એક જ દીકરી છે. મધ્યમ વર્ગનું પરિવાર છે. મંગળવારે સવારે લગભગ 11 વાગ્યે ગામની પ્રાથમિક શાળામાં વેક્સીન લીધા બાદ આજે સવારે 11 વાગ્યે એટલે કે 24 કલાકમાં એમનું મોત થયું હતુ. જોકે મૃત્યુ પાછળનું હજી કોઈ કારણ જાણી શકાયું નથી. ડોક્ટરો કહે છે કે, પોસ્ટ મોર્ટમ બાદ મોતનું કારણ જાણી શકાશે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

અગાઉ પણ લોકોની તબિયત લથડી હતી
વેકસીન લીધા બાદ માત્ર કામરેજમાં નહિ પણ આખા સુરતમાં અનેક લોકોની અગાઉ તબિયત લથડી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહી પણ અનેક લોકોને દાખલ કરવા પડે એવી સ્થિતિ ઉભી થતી આવી છે. રસીની આડઅસર થતી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જોકે આ બાબતે કોઈ પણ સતાવાર બોલવા તૈયાર નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો